Banner

Navratri Ticket Fraud in Mumbai: ટીવી શોથી પ્રેરણા લઈને હજારો લોકોને વેચ્યા નકલી નવરાત્રી ટિકિટ, પોલીસે આ રીતે દબોચ્યું…

Navratri Ticket Fraud in Mumbai: પોલીસે 35 લાખથી વધુના માલમત્તા જપ્ત કરીને ચાર લોકોની ધરપકડ કરી

મુંબઈ, 17 ઓક્ટોબરઃ Navratri Ticket Fraud in Mumbai: નવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મુંબઈ શહેરમાં પણ આ ઉત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગરબાના અલગ-અલગ આયોજનોના નકલી પાસ બનાવતા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મામલામાં ગ્રાફિક ડિઝાઈનર સહિત કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂ.35 લાખની માલમત્તા જપ્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, 30 લાખથી વધુના નકલી નવરાત્રી કાર્યક્રમ ટિકિટ કૌભાંડનો પર્દાફાશ કરીને MHB નગર પોલીસ સ્ટેશને મુંબઈ અને વિરારમાંથી ચાર લોકોની અટકાયત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીઓએ એક ટેલિવિઝન શોથી પ્રેરિત થઈને આ કૌભાંડ રચ્યું હતું.

આ બાબતની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સુધીર કુડાલકરે સચિન શિંદે, દીપક હિંદે, મંગેશ કિપરેકર, મુકેશ ખરાત, પ્રદીપ ધોડકે, અનંત શિરસાટ અને રૂપાલી ડિંગડેની વિશેષ ટીમ ગઠિત કરી હતી. આ તપાસમાં જણાવા મળ્યું છે કે, વેબ ડિઝાઈનરની આગેવાની હેઠળની ગેંગે નવરાત્રિ શો માટે 3,000ના નકલી સિઝન પાસ વેચીને એક હજારથી વધુ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે,

પોલીસે આ મામલામાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ દરમિયાન વેબ ડિઝાઈનર કરણ એ શાહે કબૂલ કર્યું છે કે તે ટેલિવિઝન સિરિયલ ફરઝી થી પ્રેરિત છે. કરણની સાથે પોલીસે તેના સાથીદારો દર્શન પી.ગોહિલ (24), પરેશ એસ.નેવરેકર (35) અને કવિશ બી.પાટિલની ધરપકડ કરી હતી.

વરિષ્ઠ પીઆઈ કુડાલકરે આરોપીઓ પાસેથી 35.10 લાખ રુપિયાનું સામાન જપ્ત કર્યું છે. જેમાં 1,000 નકલી પાસ, 10,000 રુપિયાની કિંમતના 1,000 હોલોગ્રામ સ્ટીકરો, લેપટોપ, પ્રિન્ટર અને અન્ય સાધનો સામેલ છે.

આ પણ વાંચો… Vibrant Gujarat-Vibrant Ahmedabad Event: અમદાવાદમાં આયોજિત થયો વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ અમદાવાદ ઇવેન્ટ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો