Call recording from third party stop

Important News Mobile Users: સાવધાન; ભૂલથી પણ મોબાઈલ પર કોઈની વાતચીત રેકોર્ડ કરશો નહીં, જાવું પડશે જેલ…!

Important News Mobile Users: જો તમે સામેનાં પક્ષની પરવાનગી વગર કોલ રેકોર્ડ કર્યો તો એ IT એક્ટની કલમ 72 અંતર્ગત આરોપ બને છે

કામની ખબર, 17 ઓક્ટોબરઃ Important News Mobile Users: જો તમે પણ મોબાઈલ ફોનમાં કોલ રેકોર્ડિંગ કરો છો તો આ ખબર તમારા માટે જ છે. હકીકતમાં, હવે મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કરવું તમને ભારે પડી શકે છે. જો તમે સામેનાં પક્ષની પરવાનગી વગર કોલ રેકોર્ડ કર્યો તો એ IT એક્ટની કલમ 72 અંતર્ગત આરોપ બને છે.

આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, મોબાઇલ ફોન પર કોઈ સાથે વાત કરતા સમય જો કોઈ વ્યક્તિ બીજા પક્ષની મરજી વગર કોલ રેકોર્ડિંગ કરે છે તો એ પ્રાઈવસીનાં અધિકારનો ભંગ છે અને આઈટી એક્ટની કલમ 72 અંતર્ગત એક અપરાધ છે.

SCનાં નિર્ણય પછી છત્તીસગઢ઼ હાઈકોર્ટે ફોન ટેપિંગનાં ચર્ચિત મામલે નીરા રાડિયા પર પતિ-પત્ની વિવાદની વચ્ચે મોબાઈલ રેકોર્ડિંગનાં મામલા પર ચુકાદો આપ્યો છે.

આ દરમિયાન છત્તીસગઢ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, મામલો અંગત સંબંધનો હોય તો પણ કોર્ટ કોલ રેકોર્ડિંગ જેવા પુરાવાઓને સ્વીકારી શકે નહીં જેમાં મંજૂરી વિના મોબાઈલ ફોનની વાતચીતનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હોય. આવું કરવું એ કલમ 21 હેઠળ ગોપનીયતાનાં અધિકારનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો… Navratri Ticket Fraud in Mumbai: ટીવી શોથી પ્રેરણા લઈને હજારો લોકોને વેચ્યા નકલી નવરાત્રી ટિકિટ, પોલીસે આ રીતે દબોચ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો