NCB Raid Cruise

NCB Raid Cruise: ક્રુઝ પર આજે ફરી NCBના દરોડા, મોટા પ્રમાણમાં મળ્યુ Meow Meow ડ્રગ્સ, 8 ની ધરપકડ

NCB Raid Cruise: શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની પણ ધરપકડ કરી હતી. તે એનસીબીના રિમાન્ડ પર છે. હજુ કેટલાય પાસાઓ શોધવાના બાકી છે

મુંબઇ, 04 ઓક્ટોબરઃ NCB Raid Cruise: ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી મામલે નાર્કોટિક્સ વિભાગની ટીમે આજે સોમવારે ફરી ક્રુઝમાં દરોડા પાડ્યા. સવારે થયેલા આ દરોડામાં NCB ટીમને મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ મળ્યુ. જે બાદ ક્રુઝમાંથી 8 લોકોને પકડવામાં પણ આવ્યા છે. હાલ દરોડા ચાલુ છે અને તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે ડ્રગ્સ મળ્યુ છે તેને Mepehdrone (Meow Meow) ડ્રગ્સ કહેવામાં આવે છે. 

જાણકારી અનુસાર ક્રુઝમાંથી એક બસમાં NCBની અધિકારી કેટલાક લોકોને ધરપકડમાં લઈને નીકળ્યા. આ સાથે મુંબઈ NCB ઝોનલ હેડ સમીર વાનખેડે પણ અલગ ગાડીમાં હાજર હતા. તમામને NCB ઑફિસ લઈ જવાયા.

અગાઉ જે શખ્સને NCB દ્વારા ધરપકડમાં લેવામાં આવ્યા હતા જેનુ નામ શ્રેયાસ નાયર છે. શ્રેયાસ નાયર આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝનું કોમન કોન્ટેક્ટ છે. શ્રેયાસ બંનેને જ MD pills સપ્લાય કરતો હતો.

આ પણ વાંચોઃ Pandora papers leak names: અંબાણી-સચિન તેંડુલકર સહિત આ દિગ્ગજોએ કાળુ નાણું છુપાવવા લગાવ્યા જુગાડ!

જાણકારી અનુસાર, જોઈન્ટ ડાયરેક્ટર સમીર વાનખડેની અધ્યક્ષતામાં સવારે 6 વાગે 20 અધિકારીની ટીમ શિપમાં ક્રુ સાથે પૂછપરછ કરવા પહોંચ્યા હતા. શિપમાં હાજર તમામ 1800 લોકોની યાદી પ્રાપ્ત કરી લીધી છે. તેના આધારે કેટલાક નામ ફિલ્ટર કરવામાં આવ્યા છે. જેની તપાસમાં દિલ્હી, મુંબઈ સહિત બેંગલુરુ અને ગોવાના કેટલાક વિસ્તારમાં NCB ના દરોડા ચાલુ છે.

આ મામલે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની પણ ધરપકડ કરી હતી. તે એનસીબીના રિમાન્ડ પર છે. હજુ કેટલાય પાસાઓ શોધવાના બાકી છે.

ક્રુઝમાંથી અત્યાર સુધી કુલ 8 લોકોની ધરપકડ કરાઈ છે. આ તમામ તે ક્રુઝ પર ડ્રગ્સ કંજમ્પશન અને સપ્લાય માટે લાવવામાં આવ્યા હતા. ધરપકડ 8 લોકોમાંથી 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જેની એક દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હતા જ્યારે અન્ય 5 લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એનસીબી હજુ કાર્યવાહી કરી રહ્યુ છે.

Whatsapp Join Banner Guj