rahul sonia

New Delhi Lok Sabha Seat: પ્રથમવાર કોંગ્રેસને મત નહીં આપી શકે સોનિયા અને રાહુલ ગાંધી! જાણો શું છે મામલો?

New Delhi Lok Sabha Seat: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નવી દિલ્હી લોકસભા ક્ષેત્રના મતદાતા છે, પરંતુ આ વખતે તે ચૂંટણીમાં પોતાની પાર્ટીને મત આપી શકશે નહીં.

whatsapp banner

નવી દિલ્હી, 21 માર્ચઃ New Delhi Lok Sabha Seat: પ્રથમવાર કોંગ્રેસને મત નહીં આપી શકે સોનિયા અને રાહુલ ગાંધી, આ કોઈ પ્રતિબંધ નથી પરંતુ દિલ્હીમાં રાજકીય સમીકરણ એવું બની ગયું છે કે કોંગ્રેસે આ દિવસ જોવો પડશે. જ્યારે INDIA ગઠબંધન બન્યું હતું અને તાજેતરમાં આમ આદમી પાર્ટી સાથે સીટોની વહેચણી થઈ ત્યારે ગાંધી પરિવાર કે કોંગ્રેસના કોઈ રણનીતિકારોએ લગભગ વિચાર્યું નહીં હોય કે પરિવારા ત્રણ મત પાર્ટીને મળી શકશે નહીં. નોંધનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નવી દિલ્હી લોકસભા ક્ષેત્રના મતદાતા છે, પરંતુ આ વખતે તે ચૂંટણીમાં પોતાની પાર્ટીને મત આપી શકશે નહીં.

આ પણ વાંચોઃ Fire Broke out in Jaipur: જયપુરમાં 3 બાળકો સહિત પરીવારના 5 સભ્યો જીવતા આગમાં ભૂંજાયા

હકીકતમાં સીટ શેયરિંગમાં કોંગ્રેસે ગાંધી પરિવારવાળી નવી દિલ્હી સીટ અરવિંદ કેજરીવાલની પાર્ટીને આપી છે. AAP નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વી દિલ્હી અને પશ્ચિમ દિલ્હી લોકસભા સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસને ત્રણ સીટો મળી છે. તેમાં ચાંદની ચોક, ઉત્તર પૂર્વી દિલ્હી અને ઉત્તર પશ્ચિમી દિલ્હી સામેલ છે. ગાંધી પરિવાર જે નવી દિલ્હી લોકસભા ક્ષેત્રમાં મતદાતા છે, તે એક સમયે કોંગ્રેસનો ગઢ હતી, પરંતુ 2014માં ચાલેલી મોદી લહેરમાં તમામ સમીકરણ ધ્વસ્ત થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ 31 March Last Date: આગામી 10 દિવસમાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરો, નહીંતો નુકસાન કરવુ પડી શકે છે

ઉલ્લેખનીય છે કે, આ વખતે અહીંથી ભાજપે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ઉમેદવાર બનાવી છે તો આમ આદમી પાર્ટીએ સોમનાથ ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. આવું પ્રથમવાર હશે જ્યારે આઝાદી બાદ ગાંધી પરિવારના સભ્ય પોતાની પાર્ટીને મત આપી શકશે નહીં. હકીકતમાં કોંગ્રેસ ઘટતા જનાધારને કારણે પાર્ટીને ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા માટે મજબૂર થવું પડ્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો