Bhadarva maha mela prasad

Bhadarva maha mela prasad: સમગ્ર ભાદરવા મેળા દરમ્યાન 3 લાખ 60 હજાર કીલો પ્રસાદ બનાવાશે, તેના ત્રણ પ્રકાર ના 40 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે

Bhadarva maha mela prasad: પ્રસાદ બનાવવા માટે 175 હજાર કીલો ખાંડ, 100 હજાર કીલો બેસણ, 7 હજાર શુધ્ધ ઘી ના ડબા તથા 200 કીલો ઈલાઈચી નો ઉપયોગ કરાશે

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 01 સપ્ટેમ્બરઃ Bhadarva maha mela prasad: શક્તિપીઠ અંબાજી માં બે વર્ષ બાદ ભાદરવી પુનમ નો મેળો ભરાવા જઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

આ વખતે અંબાજી મંદિરે મોટી સંખ્યા માં યા6કો આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે એટલુજ નહી અંબાજી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં મોહનથાળના પ્રસાદ ની મોટી માંગ રહેતી હોય છે તે માંગ ને પહોંચી વળવા તંત્ર દ્વારા પ્રસાદ ની આગોતરું આયોજન કરી પૂરતા પ્રમાણ માં શ્રદ્ધાળુઓ ને શુદ્ધ અને સાત્વિક પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હજારો નહીં પણ લાખો કિલો ની માત્રામાં પ્રસાદ બનાવની રોજિંદી કામગીરી શરુ કરી છે.

e89fe3e5 e89d 46cc 80c7 ad522bcc71b5

આ પણ વાંચોઃ India’s first bulk drug park to be set up in Gujarat: ગુજરાતમાં ભરૂચના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થપાશે, કેન્દ્ર સરકાર દ્વારા આશરે રૂ. ૧૦૦૦ કરોડની સહાય આપવામાં આવશે

અહીંયા એક દિવસ માં અંદાજિત 200 ગાણ માં 3500 કિલો પ્રસાદ બનાવામાં આવે છે ને સમગ્ર ને સમગ્ર મેળા દરમ્યાન 3 લાખ 60 હજાર કીલો પ્રસાદ બનાવાશે તેના ત્રણ પ્રકાર ના 40 લાખ જેટલા પેકેટ તૈયાર કરવા માં આવશે જેના માટે કારીગરો સાથે 400 ઉપરાંત મજુરો સતત કામગ કરી રહ્યા છે ને ખાસ કરી ને શુધ્ધ અને ગુણવત્તા સભર પ્રસાદ મળી રહે તેમાટે ફુડ અને ડ્રગ વિભાગ દ્વારા ચકાસણી પણ કરવામાં આવેછે

f88c7a7d 0a8f 4465 95f6 837691b7c17c

આ પ્રસાદ બનાવવા માટે 175 હજાર કીલો ખાંડ, 100 હજાર કીલો બેસણ, 7 હજાર શુધ્ધ ઘી ના ડબા તથા 200 કીલો ઈલાઈચી નો ઉપયોગ કરાશે એટલુંજ નહીં મોટી સંખ્યા માં યાત્રિકો આવતા હોવાથી પ્રસાદ વિતરણ માટે અલગ અલગ નવ જેટલા વધારાના સ્ટોલો પણ ઉભા કરવામાં આવશે જ્યારે ફરાળી ચીકીના 3 લાખ જેટલા પ્રસાદ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે 10 દિવસનો વિનામૂલ્યે Rock Climbing Basic Training Course માઉન્ટ આબુ ખાતે યોજાશે

Gujarati banner 01