Issy wong

Issy wong hat trick: ઈસી વોંગે હેટ્રિક લઈને રચ્યો ઈતિહાસ, ફાઇનલમાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ

Issy wong hat trick: ઈસી વોંગ મહિલા પ્રીમિયરમાં હેટ્રિક લેનારી પ્રથમ બોલર બની ગઈ છે

ખેલ ડેસ્ક, 25 માર્ચ: Issy wong hat trick: મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે, તેની એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈના બોલર ઈસી વોંગે સતત ત્રણ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં યુપીની ટીમ 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યુપીને 72 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

વોંગે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ હેટ્રિક લીધી

વોંગે મેચમાં મુંબઈ માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ ચાર વિકેટમાં તેની હેટ્રિક પણ સામેલ હતી. વોંગ મહિલા પ્રીમિયરમાં હેટ્રિક લેનારી પ્રથમ બોલર બની ગઈ છે. તેની પહેલા કોઈ બોલર આ કારનામું કરી શકી નથી. તેનો હેટ્રિક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ હેટ્રિક વિકેટ જોઈને ચાહકો વોંગની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

આ પહેલા પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. નેટ સાયવરે ટીમ માટે ઘાતક બેટિંગ કરી હતી. તેણે 38 બોલનો સામનો કરીને અણનમ 72 રન બનાવ્યા હતા. સાયવરે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પૂજા વસ્ત્રાકરે અંતમાં બેટિંગ કરીને પાર્ટીને લૂંટી લીધી હતી. તેણે માત્ર 4 બોલમાં અણનમ 11 રન બનાવ્યા હતા. પૂજાએ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.

કેપ્ટન હરમનપ્રીત કૌર માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હિલી મેથ્યુસે 26 રનની ઇનિંગ રમી હતી. આ મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુપીની ટીમ માત્ર 110 રન જ બનાવી શકી હતી. યુપી તરફથી કિરણ નવગીરે સૌથી વધુ 43 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો: Farali dahi vada recipe: નવરાત્રીના ઉપવાસમાં આ વખતે બનાવો ફરાળી દહીં વડાં, નોંધી લો બનાવવાની રીત  

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો