Mask girl

Now Mask not compulsory: દેશના આ રાજ્યના લોકોને માસ્ક પહેરવાથી મળી મુક્તિ, હવે માસ્ક મરજિયાત- વાંચો વિગત

Now Mask not compulsory: કોવિડના કેસમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તમામ કોવિડ-19 પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

મુંબઇ, 31 માર્ચઃ Now Mask not compulsory: મહારાષ્ટ્ર સરકારે કોવિડ -19 નાં પ્રતિબંધોને હટાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં શનિવારથી એટલે કે 2 એપ્રિલથી માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે નહીં. કોવિડના કેસમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તમામ કોવિડ-19 પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું, “ગુડી પડવા શરૂ થતાં જ મહારાષ્ટ્રમાં તમામ કોવિડ પ્રતિબંધો હટાવવામાં આવશે.

નવરાત્રિ અને હિંદુ નવું વર્ષ, ગુડી પડવો, ચેટી ચાંદ 2 એપ્રિલથી શરૂ થઈ રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ તે હવે ફરજિયાત નથી. મુખ્યમંત્રી ઓફિસ દ્વારા ટ્વિટ કરીને આ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Taiyo no Tamago: આ એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા, વાંચો શું છે ખાસિયત

આ પણ વાંચોઃ Solar storm 2022: આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, વૈજ્ઞાનિકોએ આપી ખાસ ચેતવણી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.