Taiyo no Tamago

Taiyo no Tamago: આ એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા, વાંચો શું છે ખાસિયત

Taiyo no Tamago: મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી સંકલ્પ પરિહારે બંજર જમીન પર તાઈઓ નો તમગો(Taiyo no Tamago) નામની કેરી  ઉગાડી છે

જાણવા જેવુ, 31 માર્ચઃ Taiyo no Tamago: જ્યારે એપ્રિલ-મે મહિનો આવે છે ત્યારે દરેક કેરી ખાવા માટે આતુર હોય છે. હાલ કેરીની સિઝન આવી રહી છે.  સીઝન દરમિયાન બજારમાં 70 રૂપિયાથી લઈને 300 રૂપિયા કિલોના ભાવે અલગ અલગ પ્રકારની અલગ ક્વોલિટીવાળી કેરીઓ મળે છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે એવી પણ કેરી આવે છે જેની કિલોની કિંમત છે સોના કરતા પણ વધારે તો શું કહેશો…

જી હાં. મધ્યપ્રદેશના જબલપુરમાં વિવિધ પ્રકારની કેરી ઉગાડવામાં આવે છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. તે સામાન્ય રીતે જાપાનમાં ઉગાડવામાં આવે છે. જો કે તેની ખેતી હવે જબલપુરમાં પણ શરૂ થઈ ગઈ છે

mango

મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી સંકલ્પ પરિહારે બંજર જમીન પર તાઈઓ નો તમગો(Taiyo no Tamago) નામની કેરી  ઉગાડી છે. આ કેરીનું વજન લગભગ 900 ગ્રામ છે. જ્યારે આ કેરી સંપૂર્ણ પાકી જાય છે ત્યારે તેનું વજન 900 ગ્રામ સુધી પહોંચી જાય છે. આ સાથે તેનો રંગ આછો લાલ અને પીળો થઈ જાય છે અને તેની મીઠાશ પણ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેમણે બગીચામાં 52 તાઈઓ નો તમગો વૃક્ષો વાવ્યા છે.

આ પણ વાંચોઃ Solar storm 2022: આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, વૈજ્ઞાનિકોએ આપી ખાસ ચેતવણી

કેરીની કિંમત વધુ હોવાથી તેની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સંકલ્પ પરિહારે આ કેરીઓને બચાવવા માટે પોતાના બગીચામાં 3 ગાર્ડ અને 9 કૂતરા રાખ્યા છે. આ કેરીને ‘એગ ઓફ સન’ પણ કહેવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા બગીચાની સુરક્ષા માત્ર ફેન્સિંગથી થઈ જતી હતી. પરંતુ થોડા દિવસો પહેલા સંકલ્પ પરિહારના બગીચામાંથી કેરીની ચોરી થઈ હતી, જેથી તેમણે કેરીની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખ્યું છે. તેમને આ કેરીની સુરક્ષા માટે દર મહિને 50,000 રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ Remove Sun Tan Naturally: સ્કિન અને ટેનિંગથી છુટકારો મેળવવા અને બેદાગ ત્વચા માટે અપનાવો આ બ્યુટી ટિપ્સ

Gujarati banner 01