Omicron variants

Omicron case update: ભારતમાં એમિક્રોને ગતિ પકડી, એક દિવસમાં 30 કેસ, અત્યાર સુધીમાં 143 કેસ નોંધાયા- વાંચો વિગત

Omicron case update: શુક્રવારે દેશમાં ઓમિક્રોનના 26 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગુરુવારે આ સંખ્યા 14 હતી

નવી દિલ્હી, 19 ડિસેમ્બરઃ Omicron case update: શનિવારે, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના 30 નવા કેસ નોંધાયા હતા. આ પહેલા શુક્રવારે 26 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી દેશમાં ઓમિક્રોન સંક્રમણની ગતિ વધી રહી છે. આ રીતે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 143 કેસ નોંધાયા છે. દેશના 12 રાજ્યોમાં ઓમિક્રોન ચેપ જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આ દેશમાં ચિંતાનું કારણ છે. જોકે, નિષ્ણાતોએ કોરોનાથી બચવાના ઉપાયો અપનાવવાની વાત કરી છે.

શનિવારે, દેશમાં ઓમિક્રોનના રેકોર્ડ 30 નવા કેસ નોંધાયા હતા. આમાં તેલંગાણામાં 12, મહારાષ્ટ્રમાં આઠ, કર્ણાટકમાં છ અને કેરળમાં ચાર નવા કેસ સામેલ છે. દેશમાં સતત ત્રીજા દિવસે ઓમિક્રોનના કેસોમાં એક દિવસમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.


શુક્રવારે દેશમાં ઓમિક્રોનના 26 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગુરુવારે આ સંખ્યા 14 હતી. મંગળવાર અને બુધવારે 12 કેસ નોંધાયા હતા.
દેશના 12 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48 કેસ નોંધાયા છે. આ પછી દિલ્હીમાં 22, તેલંગાણામાં 20, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 14, કેરળમાં 11, ગુજરાતમાં સાત, ઉત્તર પ્રદેશમાં બે અને આંધ્રપ્રદેશ, ચંદીગઢ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ Sacrilege attempt at Sikh Golden Temple: સુવર્ણ મંદિરમાં કથિત ‘બેઅદબી’ના પ્રયાસમાં શંકાસ્પદ વ્યક્તિની હત્યા- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj