Omicron variants

Omicron variant update: ભારતમાં ઓમિક્રોને વધારી ચિંતા, નવા વેરિએંટનો આંકડો 100ને પાર- વાંચો શું કહેવું છે હેલ્થ મિનિસ્ટ્રીનું?

Omicron variant update: લવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા 20 દિવસમાં દેશભરમાં દરરોજ 10 હજારથી નીચે કોરોનાના નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, 17 ડિસેમ્બરઃ Omicron variant update: કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોન દુનિયાના 91 દેશોમાં ફેલાય ચુક્યો છે. ભારતના 11 રાજ્યોમાં નવા વેરિએંટના અત્યાર સુધી 101 કેસ મળ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈંટ સેક્રેટરી લવ અગ્રવાલે શુક્રવારે મીડિયા સાથે વાતચીત કરતા આ માહિતી આપી.

અગ્રવાલે જણાવ્યુ કે, WHOના મુજબ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વૈરિએંટ ડેલ્ટા સ્ટ્રેનના મુકાબલે અનેકગણો ઝડપથી પગ પસારી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ઓમિક્રોન ડેલ્ટા વૈરિએંટથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં જ 24 નવેમ્બરના રોજ ઓમિક્રોન વૈરિએંટના પહેલા કેસની ઓળખ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ world championship 2021: વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ પી.વી. સિંધુ, ભારત માટે મોટો ઝટકો-વાંચો વિગત

લવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા 20 દિવસમાં દેશભરમાં દરરોજ 10 હજારથી નીચે કોરોનાના નવા કેસ નોંધાયા છે. જોકે, સૌથી મોટી ચિંતા કેરળની છે. સમગ્ર દેશમાં પ્રાપ્ત થતા કુલ નવા કેસોમાં આ રાજ્યનું યોગદાન 40.31% છે. કેરળમાં જ કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.

અગ્રવાલના જણાવ્યા અનુસાર, ભારતમાં રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશભરમાં અત્યાર સુધીમાં 136 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તે જ સમયે, અમેરિકા અને બ્રિટન ભારતની સરખામણીમાં રસીકરણના મામલે ઘણા પાછળ છે.

Whatsapp Join Banner Guj