world championship 2021 p.v.sindhu

world championship 2021: વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ પી.વી. સિંધુ, ભારત માટે મોટો ઝટકો-વાંચો વિગત

world championship 2021: પીવી સિંધુને વિશ્વની નંબર-1 બેડમિન્ટન પ્લેયર તાઈ જૂ યિંગે માત આપી હતી. 42 મિનિટ સુધી ચાલેલા તે મુકાબલામાં પીવી સિંધુ 17-21, 13-21થી હારી ગઈ

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 ડિસેમ્બરઃ world championship 2021: BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં ભારતને ભારે મોટો ઝાટકો વાગ્યો છે. સ્ટાર શટલર પીવી સિંધુ ક્વાર્ટરફાઈનલ મુકાબલો હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. મતલબ કે, આ વખતે તે પોતાનું ટાઈટલ નહીં બચાવી શકે. 

પીવી સિંધુને વિશ્વની નંબર-1 બેડમિન્ટન પ્લેયર તાઈ જૂ યિંગે માત આપી હતી. 42 મિનિટ સુધી ચાલેલા તે મુકાબલામાં પીવી સિંધુ 17-21, 13-21થી હારી ગઈ હતી. 

પીવી સિંધુ સતત 5મી વખત ચાઈનીઝ તાઈપેની તાઈ જૂ યિંગ સામે હારી ગઈ છે. અત્યાર સુધીમાં બંને વચ્ચે 20 મુકાબલા થયા છે જેમાંથી 15માં પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો છે. ટોક્યો ઓલમ્પિક-2020માં પીવી સિંધુને સેમિફાઈનલમાં તાઈ જૂ યિંગે જ હરાવી હતી. 

ગઈ વખતે પીવી સિંધુએ આ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. તેવામાં તે વર્લ્ડ સિંગલ્સની કેટેગરીમાં છઠ્ઠો મેડલ જીતવાથી ચુકી ગઈ. પીવી સિંધુ મેચ દરમિયાન સતત પછડાટ ખાતી જોવા મળી હતી અને તાઈની સ્પિડ સામે તેનું કશું નહોતું ચાલ્યું. પીવી સિંધુને મેચમાં અનેક વખત કોર્ટ કવર કરવા, ડ્રોપ શોટમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

આ પણ વાંચોઃ Stop Miss World 2021 Event: 17 સ્પર્ધકો અને સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવતા મિસ વર્લ્ડ ઈવેન્ટ સ્થગિત કરવી પડી- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, પીવી સિંધુ વર્લ્ડ નંબર-7 પ્લેયર છે અને 2 વખત ઓલમ્પિક મેડલ જીતી ચુકી છે. પીવી સિંધુએ 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તાઈ જૂને માત આપી હતી. 

Whatsapp Join Banner Guj