PM on a visit to the America

PM on a visit to the America: અમેરિકા રવાના થયા પહેલા વડાપ્રધાન મોદીએ પોતાની સમગ્ર યાત્રાનો કાર્યક્રમ કર્યો જાહેર

PM on a visit to the America: અમેરિકા રવાના થયા પહેલા પીએમે કહ્યુ કે તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના નિમંત્રણ પર 22-25 સપ્ટેમ્બર 2021 સુધી યુએસએનો પ્રવાસ કરી રહ્યા છે

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બરઃ PM on a visit to the America: કોરોના કાળ બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર ત્રણ દિવસના અમેરિકી પ્રવાસ પર બુધવારે રવાના થયા. આ યાત્રામાં પીએમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર સિવાય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ પણ હાજર છે. અમેરિકા રવાના થયા પહેલા પીએમે કહ્યુ કે તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના નિમંત્રણ પર 22-25 સપ્ટેમ્બર 2021 સુધી યુએસએનો પ્રવાસ કરી રહ્યા છે.

અમેરિકા રવાના થયા પહેલા પીએમ મોદીએ એક નિવેદનમાં પોતાની સમગ્ર યાત્રાનુ વર્ણન કર્યુ છે. તેમણે કહ્યુ હુ અમેરિકા રાષ્ટ્રપતિ બાઈડનની સાથે વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી અને પારસ્પરિક હિતના ક્ષેત્રીય તેમજ વૈશ્વિક મુદ્દા પર વિચારનુ આદાન-પ્રદાન કરીશ. હુ બંને દેશની વચ્ચે વિશેષ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગના અવસરોની જાણ માટે ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવા માટે પણ ઉત્સુક છુ.

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ, હુ રાષ્ટ્રપતિ બાઈડન, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસન અને જાપાનના વડા પ્રધાન યોશીહિદે સુગાની સાથે પહેલા વ્યક્તિગતરીતે ક્વાડ લીડર્સ શિખર સંમેલનમાં ભાગ લઈશ.

આ પણ વાંચોઃ Brutal attack: આજે તને પતાવી દેવો છે તેમ કહી ત્રણ શખ્સોએ આધેડ પર કર્યો ઘાતકી હુમલો, ત્રણ વ્યક્તિ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ

શિખર સંમેલન આ વર્ષે માર્ચમાં અમારા આભાસી શિખર સંમેલનના પરિણામોનુ નિરીક્ષણ કરશે અને ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે અમારા દ્રષ્ટિકોણના આધારે ભવિષ્યની ગતિવિધિઓ માટે પ્રાથમિકતાઓની ઓળખ કરવાનો અવસર પ્રદાન કરે છે.

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન મોરિસન અને જાપાનના વડા પ્રધાન સુગા સાથે તેમને સંબંધિત દેશોની સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો તાગ મેળવવા અને ક્ષેત્રીય તેમજ વૈશ્વિક મુદ્દા પર અમારા ઉપયોગી આદાન-પ્રદાનને જારી રાખવા માટે પણ મળીશુ.

પીએમ મોદીએ કહ્યુ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક સંબોધનની સાથે પોતાની યાત્રાનુ સમાપન કરીશ, જેમાં કોવિડ મહામારી, આતંકવાદ સાથે ઉકેલ મેળવવાની આવશ્યકતા, જળવાયુ પરિવર્તન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દા સહિત વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ vishuv kaal: આજે દિવસ-રાત સરખા, 12 કલાકનો દિવસ- 12 કલાકની રાત્રિ- વાંચો સંપૂર્ણ વિગત

અમેરિકાની મારી યાત્રા સંયુક્ત રાજ્ય અમેરિકાની સાથે વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા, અમારા રણનીતિક ભાગીદાર જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે સંબંધોને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દા પર અમારા સહયોગને આગળ વધારવાનો અવસર હશે.

Whatsapp Join Banner Guj