Gas cylander

Price reduction in LPG cylinders: ઘરેલું LPG સિલિન્ડરમાં રૂ. 200નો ઘટાડો! 30 ઓગસ્ટથી ભાવમાં ઘટાડો

Price reduction in LPG cylinders: રક્ષાબંધન પહેલા કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ઘરેલું LPG સિલિન્ડરમાં રૂ. 200નો ઘટાડો! 30 ઓગસ્ટથી ભાવમાં ઘટાડો

અમદાવાદ, 29 ઓગસ્ટ: Price reduction in LPG cylinders: રક્ષાબંધનના અવસર પર મોદી સરકાર મોંઘવારીથી ત્રસ્ત લોકોને સસ્તા એલપીજી સિલિન્ડરની ભેટ આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોંઘા એલપીજી સિલિન્ડરને લઈને વિપક્ષના સતત હુમલાઓનો સામનો કરી રહેલી મોદી સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જો કે, આ લાભ માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ મળશે.

મે, 2022માં પણ, કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક વર્ષમાં 12 સિલિન્ડર રિફિલ કરાવવા પર પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની સબસિડી આપવાનું શરૂ કર્યું હતું, જેની મુદત હવે 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે. આમ છતાં આ સ્કીમ હેઠળ સિલિન્ડર મેળવનારા 900 રૂપિયા ખર્ચી રહ્યા છે. આ જ કારણ છે કે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે હવે એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની વધારાની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે.

સિલિન્ડરની કિંમત કેટલી વાર બદલાઈ

છેલ્લા ત્રણ વર્ષમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો થયો છે. 1 નવેમ્બરે તેની કિંમત 594 રૂપિયા હતી. 2 ડિસેમ્બર, 2020 ના રોજ તેને વધારીને 644 રૂપિયા કરવામાં આવી હતી. ત્યારબાદ 15 ડિસેમ્બર 2020ના રોજ આ કિંમત 694 રૂપિયા થઈ ગઈ. ફેબ્રુઆરી 2021માં તેની કિંમત ત્રણ વખત વધારવામાં આવી હતી અને તે 794 રૂપિયા થઈ ગઈ હતી. 1 એપ્રિલે તેમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તેની કિંમત 809 રૂપિયા રહી હતી. પરંતુ 1 જુલાઈ 2021ના રોજ તે વધારીને રૂ.834 કરવામાં આવી હતી. ત્યારબાદ 17 ઓગસ્ટ 2021ના રોજ તેની કિંમત વધારીને 859.50 રૂપિયા કરવામાં આવી હતી.

Gayatri Jayanti 2023: ગાયત્રી જયંતિ ક્યારે છે? આ ઉપાયો કરવાથી વિદ્યાર્થી જીવનમાં મળશે સફળતા!

1 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમાં ફરી વધારો થયો અને દિલ્હીમાં 14.2 કિલોનો સિલિન્ડર 884.50 રૂપિયા થયો. 6ઓક્ટોબર, 2021ના રોજ તેની કિંમત વધીને રૂ.899.50 થઈ ગઈ. ત્યારબાદ 22 માર્ચ, 2022ના રોજ તે 949.50 રૂપિયા થઈ ગયો. 7 મે, 2022ના રોજ, તે ફરીથી 50 રૂપિયા વધીને 999.50 રૂપિયા થઈ ગયો. 19 મે, 2022ના રોજ, તેની કિંમત રૂ.3.50 વધી અને તેની કિંમત રૂ.1003 થઈ. આ પછી, માર્ચ 2023માં, તેમાં ફરીથી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને તેની કિંમત 1103 રૂપિયા પર પહોંચી ગઈ. ત્યારપછી તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો