Kiwi

Kiwi Benefits: ડેન્ગ્યુના દર્દીઓ માટે કીવીનું સેવન છે ખૂબ જ લાભદાયી, જાણો તેના અન્ય ફાયદા…

Kiwi Benefits: કીવીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

હેલ્થ ડેસ્ક, 29 ઓગસ્ટઃ Kiwi Benefits: ડેન્ગ્યુ એક મચ્છરજન્ય બીમારી છે, જે ડેન્ગ્યુ વાયરસના કારણે થાય છે. આ વાયરસ એડીસ ઇજિપ્તી નામના મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે. આના લક્ષણ સંક્રમણના 3-14 દિવસની અંદર વિકસિત થાય છે. અમુક મામલે ડેન્ગ્યુના ગંભીર સંક્રમણ વિકસિત થઈ શકે છે, જેને ડેન્ગ્યુ હેમોરેજિક ફીવર કહેવામાં આવે છે. આમાં વધુ બ્લીડિંગ, લો બ્લડ પ્રેશર અને ઓર્ગન ફેલિયર જેવી જટિલતાઓ થઈ શકે છે.

ડેન્ગ્યુમાંથી સાજા થવા માટે દર્દીઓએ ખાસ પ્રકારની ડાયટ ફોલો કરવી પડે છે, જેમાં તમામ પ્રકારના ફળ અને શાકભાજી સામેલ હોય છે. તેમાંથી એક છે કીવી. જે સાઈઝમાં નાનુ ફળ હોય છે. પરંતુ તેના ફાયદા મોટા છે.

કીવી ડેન્ગ્યૂના દર્દીઓમાં ઘણા પ્રકારે મદદ કરી શકે છે. જેમાં વિટામિન સી, વિટામિન ઈ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વોનું સારુ પ્રમાણ હોય છે. આ પોષક તત્વ ડેન્ગ્યૂના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે.

ફાઈબરથી ભરપૂર કીવી

કીવીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ડેન્ગ્યુ તાવના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ફાઈબરનું સેવન પાચનને ઠીક કરવા અને કબજિયાતમાંથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. આ સિવાય કીવી વિટામિન સી અને વિટામિન ઈ માં પણ રિચ હોય છે, જે ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે.

કીવીના અન્ય ફાયદા

ઈમ્યૂનિટી બૂસ્ટર

કીવીમાં વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદ કરી શકે છે. આનાથી સંક્રમણ સામે લડવામાં મદદ મળી શકે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

કીવીમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આનાથી હૃદયની બીમારીના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે છે.

કેન્સર

કીવીમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે કેન્સર સેલ્સને વધારવાથી રોકવામાં મદદ કરી શકે છે. આનાથી કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો… KL Rahul in Asia Cup 2023: એશિયા કપની પ્રથમ બે મેચ નહીં રમે આ ભારતીય ખેલાડી, કોચ રાહુલ દ્રવિડે કર્યો ખુલાસો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો