Ranjan Bhatt

Ranjan Bhatt : વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી, નહીં લડે ચૂંટણી

Ranjan Bhatt : વડોદરાના ઉમેદવાર જાહેર થયા બાદ રંજનબેન ભટ્ટ સામે ભાજપમાં જ ભારે આંતરિક વિવાદ જોવા મળ્યો

વડોદરા, 23 માર્ચઃ Ranjan Bhatt : ગુજરાતના રાજકારણની સૌથી મોટી ખબર આવી છે. વડોદરાના ઉમેદવાર જાહેર થયા બાદ રંજનબેન ભટ્ટ સામે ભાજપમાં જ ભારે આંતરિક વિવાદ જોવા મળ્યો હતો. તો રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર પણ શરૂ થયું હતુ. ત્યારે હવે રંજનબેનની એક ટ્વિટથી વડોદરાનું રાજકારણ હચમચી ગયું છે. રંજનબેને ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે.

લોકસભાની ચૂંટણી માટે વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ટ્વીટ કરીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.

આ પણ વાંચોઃ Moscow Terrorist Attack: મોસ્કોના શોપિંગ મોલમાં આતંકીઓએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ, 60ના મોત

ઉમેદવારી જાહેર થયાના દસ દિવસમાં જ રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે. છેલ્લા દસ દિવસમાં રંજન ભટ્ટ સામે અનેક વિરોધ ઉઠ્યા હતા. રંજન ભટ્ટ સામે પોસ્ટર વોર શરૂ થયું હતું. ત્યારે હવે ખુદ રંજન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે. તેમણે સોશિયલ મીડિયામાં વહેલી સવારે આ જાહેરાત કરી છે. આ ખબર બાદ મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના ઘરે પહોંચી ગયા હતા. તો બીજી તરફ, ભાજપમા સસ્પેન્ડ થયેલા જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચવા પર નિવેદન આપ્યું કે, આ વડોદરાવાસીઓની જીત છે.

આ પણ વાંચોઃ SBI Net Banking: SBIના કરોડો ગ્રાહકો આજે 60 મિનિટ માટે YONO અને UPI સહિતની સેવાઓ ઠપ્પ રહેશે, વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો