Reliance infra share

Reliance infra share: અનિલ અંબાણીની આ કંપનીનો શેર મચાવી ધૂમ, છેલ્લા એક મહિનામાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરોમાં 22 ટકા જેટલી તેજી- વાંચો વિગત

Reliance infra share: અનિલ અંબાણીના માલિકી હકવાળી કંપનીના શેર 4 વર્ષમાં લગભગ 3000 ટકા ચડ્યા

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 23 માર્ચઃ Reliance infra share: રિલાયન્સ ઈન્ફ્રાના શેર શુક્રવારે 22 માર્ચના રોજ 5 ટકાથી વધુની તેજી સાથે 286.70 રૂપિયા પર પહોચ્યા. કંપનીના શેરોએ શુક્રવારે 52 અઠવાડિયાનું પોતાનું નવું હાઈ બનાવ્યું છે. છેલ્લા એક મહિનામાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરોમાં 22 ટકા જેટલી તેજી આવી છે. એવા પણ સમાચાર છે કે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જેસી ફ્લાવર્સ એસેટ રિકન્ટ્રક્શન કંપનીના 2100 કરોડની બાકી રકમના સેટલમેન્ટ કરવા પર કામ કરી રહી છે.

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરના શેરોમાં છેલ્લા 4 વર્ષમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. અનિલ અંબાણીના માલિકી હકવાળી કંપનીના શેર 4 વર્ષમાં લગભગ 3000 ટકા ચડ્યા છે. રિલાયન્સ ઈન્ફ્રાના શેર 27 માર્ચ 2020ના રોજ 9.20 રૂપિયા પર હતા. કંપનીના શેર 22 માર્ચ 2024ના રોજ 286.70 રૂપિયાના હાઈ પર પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ Ranjan Bhatt : વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી, નહીં લડે ચૂંટણી

જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020ના રોજ રિલાયન્સ ઈન્ફ્રાના શેરોમાં એક લાખ રૂપિયા રોક્યા હશે અને રોકાણ હોલ્ડ કરી રાખ્યું હશે તો હાલના સમયમાં આ શેરોની વેલ્યુ 31.16 લાખ રૂપિયા થઈ ગઈ હશે. રિલાયન્સ ઈન્ફ્રાના શેરોમાં છેલ્લા એક વર્ષમાં 90 ટકાથી વધુની તેજી જોવા મળી છે. રિલાયન્સ ઈન્ફ્રાના શેર 23 માર્ચ 2023ના રોજ 148.10 રૂપિયા પર હતા.

કંપનીના શેર 22 માર્ચ 2024ના રોજ 286.70 રૂપિયાના હાઈ પર પહોંચી ગયા છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 60 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેરોમાં 670 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેર આ સમયગાળામાં 36.55 રૂપિયાથી ચડીને 286.70 રૂપિયા પર પહોંચ્યા છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 131.40 રૂપિયા છે. 

આ પણ વાંચોઃ Moscow Terrorist Attack: મોસ્કોના શોપિંગ મોલમાં આતંકીઓએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ, 60ના મોત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો