Satyendar Jain 1

Satyendar Jain Bail: આપ નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, હવે આ તારીખ સુધી જેલની બહાર રહેશે

Satyendar Jain Bail: કોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી 24 જુલાઈ સુધી લંબાવી છે

નવી દિલ્હી, 10 જુલાઈઃ Satyendar Jain Bail: દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમની જામીન અરજી 24 જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ, તેમને તબીબી આધાર પર 6 અઠવાડિયા માટે જામીન આપવામાં આવ્યા હતા. જસ્ટિસ એએસ બોપન્ના અને એમએમ સુંદરેશની બેન્ચે જામીન અરજીની સુનાવણી કરતી વખતે બે અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા.

સર્જરી કરાવવાનું સૂચન

સત્યેન્દ્ર જૈનનો પક્ષ લેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, 3 હોસ્પિટલોએ જૈનને સર્જરી કરાવવાનું સૂચન કર્યું છે. સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં બંધ હતા અને બાથરૂમમાં પડી જવાને કારણે તેમને ઈજાઓ થઈ હતી. આ પછી તેમને પહેલા દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની તબિયત લથડવા લાગી ત્યારે તેમને જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યો હતો.

આગામી સુનાવણી 24 જુલાઈએ

આ પહેલા 26 મેના રોજ સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે જામીન આપવામાં આવ્યા હતા. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તેમની જામીન અરજી આગળના આદેશ સુધી લંબાવી છે.

આ મામલાની આગામી સુનાવણી 24 જુલાઈએ થશે. ત્યાં સુધી સત્યેન્દ્ર જૈન જામીન પર રહેશે. જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈનની જામીન 11મી જુલાઈએ પૂરી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે 10 જુલાઈએ સત્યેન્દ્ર જૈન તેમના સ્વાસ્થ્ય સંબંધિત દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરે.

શું છે મામલો?

24 ઓગસ્ટ 2017ના રોજ સીબીઆઈએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી હતી. 2019માં સત્યેન્દ્ર જૈનને નિયમિત જામીન મળ્યા હતા પરંતુ 31 મે 2022ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તિહાર જેલમાં તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો પછી જેલ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો… Mukesh Ambani Decision: મુકેશ અંબાણીનો મોટો નિર્ણય, અલગ કરશે આ બિઝનેસ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો