Police seized drugs in vadodara

Police seized drugs in vadodara: વડોદરામાં દરોડો પાડી પોલીસે કરોડોની ડ્રગ્સ પકડી, એક આરોપી ઝડપાયો

Police seized drugs in vadodara: ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર પર તપાસ એજેન્સીઓની બાજ નજર

વડોદરા, 16 જાન્યુઆરી: Police seized drugs in vadodara: વડોદરા નજીક સિંધરોટ ગામના ખેતરમાં અમદાવાદ એટીએસએ દરોડો પાડીને નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી ઝડપી 9 આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે ફરી એક વખત સયાજીગંજ પોલીસ સ્ટેશનની નજીકના એક કોમ્પ્લેક્સમાં દરોડો પાડી ડ્રગ્સનો શંકાસ્પદ જથ્થો કબજે લીધો છે.

ગુજરાત એટીએસ દ્વારા સિંધરોડ ખાતે દરરોડો પાડી ડ્રગ્સ બનાવતી મીની ફેક્ટરી ઝડપી આરોપીઓ સૌમીલ સુરેશચન્દ્ર પાઠક, શૈલૈષ ગોવિંદભાઇ કટારીયા, વિનોદ ઉર્ફે પપ્પુ રમણભાઇ નિજામામાંછી અને ભરત ભીખાભાઇ ચાવડા વગેરેની પૂછપરછ કરી હતી.

જે દરમિયાન આરોપીઓએ રાજુ કૃપાગીરી રાજપુત (ઉ.૫૧, રહે. પાયલ કોમ્પ્લેક્સ, વાકળ સેવા કેન્દ્રની સામે, સયાજીગંજ)ની ભાગીદારીમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક આવેલા આનંદ એપાર્ટમેન્ટમાં પાંચમા માળે રૂમ નં. ૫૦૩માં મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું યુનિટ ઉભુ કર્યુ હોવાની ચોક આવનારી વિગતો બહાર આવી હતી.

આ યુનિટમાંથી 50 કિલો ડ્રગ્સ બનાવીને યોગેશ નંદકિશોર તડવી (ઉ.૩૩, રહે.વિશ્વામિત્રી ટાઉનશીપ, વિશ્વામિત્રી બ્રિજ પાસે, માંજલપુર) તથા અનિકલ રામજીભાઇ પરમાર (ઉ.૩૩, રહે.વણકરવાસ, કરજણ રોડ, પાદરા)મારફતે મુંબઇના અંધેરી વિસ્તારમાં અયમાન નામના શખ્સને ડિલિવરી કરી હતી અને અયમાને તે પેટે રમેશ અંબાલાલ નામના આંગડીયા મારફતે ટુકડે ટુકડે કુલ રૃ.4.86 કરોડ મોકલાવ્યા હોવાની પણ વિગતો બહાર આવી હતી.

જેને પગલે આજે એટીએસની ટીમે કાલાઘોડા નજીક જૂની રાજેશ્રી ટોકીઝ સામેના આનંદ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી એક એક ફ્લેટમાંથી એક ડઝન જેટલા નાના મોટા ગરબા કબજે કર્યા છે.

લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી આ કામગીરી બાદ ટીમ રવાના થઈ હતી. કારબા માં મળેલો જથ્થો ડ્રગ્સનુ રો મટીરીયલ છે કે કેમ તે માટે ફોરેન્સિક નિષ્ણાતો નો અભિપ્રાય લેવાશે.

નોંધનીય છે કે,એટીએસએ ગયા બુધવારે જ રાજુ કૃપાગીરી રાજપુત, યોગેશ નંદકિશોર તડવી અને અનિલ રામજીભાઇ પરમારની ધરપકડ કરીને વડોદરા એનડીપીએસ કોર્ટમાંથી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આ પણ વાંચો: Harsh sanghvi statement: સ્ટાર્ટઅપ્સ માટે સાનુકૂળ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ: હર્ષ સંઘવી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો