Terrorist Waliullah hanged in Varanasi blast case

Terrorist Waliullah hanged in Varanasi blast case: વારાણસી સીરિયલ બ્લાસ્ટ મામલે 16 વર્ષ પછી નિર્ણય, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા

Terrorist Waliullah hanged in Varanasi blast case: વર્ષ 2006માં વારાણસીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં ગાઝિયાબાદની સેશન્સ કોર્ટે સોમવારે ચુકાદો આપ્યો છે

નવી દિલ્હી, 06 જૂનઃ Terrorist Waliullah hanged in Varanasi blast case: વારાણસી સિરિયલ બોમ્બ બ્લાસ્ટઃ વર્ષ 2006માં વારાણસીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં ગાઝિયાબાદની સેશન્સ કોર્ટે સોમવારે ચુકાદો આપ્યો છે. વિસ્ફોટોના દોષિત આતંકવાદી વલીઉલ્લાહને એક કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. બીજા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 4 જૂને કોર્ટે સીરિયલ બ્લાસ્ટ કેસમાં આતંકવાદીને દોષિત જાહેર કર્યો હતો, જેની સજાની જાહેરાત થવાની બાકી હતી.

16 વર્ષ પહેલા થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વારાણસીના સંકટ મોચન મંદિર અને છાવની રેલ્વે સ્ટેશન પર 7 માર્ચ 2006ના રોજ વિસ્ફોટો થયા હતા. વિસ્ફોટોમાં 100 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આતંકવાદીને દોષિત ઠેરવવા પર જિલ્લા વહીવટીતંત્રના વકીલ રાજેશ શર્માએ કહ્યું કે વલીઉલ્લાહને આઈપીસીની અનેક કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, વારાણસી પોલીસે 5 એપ્રિલ 2006માં આ કેસમાં ઇલાહાબાદના ફૂલપુર ગામના વલીઉલ્લાહની લખનઉંના ગોસાઇગંજ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.  

આ પણ વાંચોઃ Expression Of Self-Love: ભારતનો કાયદો શું કહે છે જ્યારે તમે તમારી જાત સાથે લગ્ન કરો છો તો, શું તમને કાનૂની માન્યતા મળી શકે છે?

વલીઉલ્લાહનો કેસ લડવાનો વારાણસીના વકીલોએ ઇનકાર કર્યો હતો. તે બાદ ઇલાહાબાદ હાઇકોર્ટે આ કેસ ગાઝિયાબાદ જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો, ત્યારથી કેસની સુનાવણી ગાઝિયાબાદ સ્થિત જિલ્લા કોર્ટમાં ચાલતી હતી.

વારાણસીના વકીલોએ બ્લાસ્ટનો કેસ લડવાની ના પાડી દીધી હતી. આ પછી અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર મામલો ગાઝિયાબાદ સેયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવો પડ્યો. ત્યારથી આ કેસની સુનાવણી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચાલી રહી હતી અને શનિવારે આતંકવાદી વલીઉલ્લાહને વારાણસી વિસ્ફોટનો દોષી જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલા 4 જૂને ગાઝિયાબાદ જિલ્લા કોર્ટના જજ જિતેન્દ્ર કુમાર સિન્હાની કોર્ટે વલીઉલ્લાહને દોષી ઠેરવ્યો હતો. આ પહેલા જિલ્લા કોર્ટના જજની કોર્ટમાં 23 મેએ વારાણસી બોમ્બ કાંડની સુનાવણી થઇ હતી. સુનાવણી શરૂ થયા પહેલા આરોપી વલીઉલ્લાહને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચુકાદા માટે 4 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચો: Actor Dharmendra’s condition is serious: 86 વર્ષના એક્ટર ધર્મેન્દ્રની સ્થિતિ ગંભીર, મુંબઇની બ્રીચકેન્ડી હૉસ્પિટલમાં દાખલ

Gujarati banner 01