Major police action in Kanpur violence

Major police action in Kanpur violence: કાનપુર હિંસામાં પોલીસની મોટી કાર્યવાહી, 40 શંકાસ્પદના પોસ્ટર જાહેર કર્યા

Major police action in Kanpur violence: ફરિયાદમાં સમાજવાદી પાર્ટીના નેતા નિઝામ કુરીશેનું નામ પણ સામે આવ્યુ

નવી દિલ્હી, 06 જૂનઃ Major police action in Kanpur violence: કાનપુરમાં 3 જૂને વિવાદ કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. સોમવારે કાનપુર પોલીસે હિંસક અથડામણમાં સામેલ 40 શંકાસ્પદના પોસ્ટર જાહેર કર્યા છે. કાનપુર પોલીસે આ શંકાસ્પદોની તસવીર સીસીટીવી અને વીડિયો ફૂટેજ શોધ્યા બાદ જાહેર કર્યા છે.

પોલીસે લોકોને શંકાસ્પદની તપાસમાં મદદ કરવાની અપીલ કરી છે. આ સિવાય પોલીસે જાહેરાત કરી છે કે સૂચના આપનારાઓના નામ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે સૂચના આપવા માટે ઇંસ્પેક્ટર બેકનગંજનો મોબાઇલ નંબર જાહેર કર્યો છે.

તમને જણાવી દઇએ કે આ ત્રીજી વખત છે જ્યારે હિંસાના આરોપીઓની તસવીર ધરાવતા હોર્ડિંગ મહત્વપૂર્ણ સ્થળો પર લગાવવામાં આવશે. આ રીતના હોર્ડિંગ સૌથી પહેલા 2015માં સિસામઉંમાં લગાવવામાં આવ્યા હતા. આ રીતની કાર્યવાહી ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Terrorist Waliullah hanged in Varanasi blast case: વારાણસી સીરિયલ બ્લાસ્ટ મામલે 16 વર્ષ પછી નિર્ણય, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા

માર્ચ 2020માં ઇલાહાબાદ હાઇકોર્ટે જિલ્લા અધિકારી અને પોલીસ કમિશનરને હોર્ડિંગ હટાવવાના આદેશ આપ્યા હતા, ત્યારે કોર્ટે રાજ્ય સરકારની આ કાર્યવાહીને બંધારણની કલમ 21નું ઉલ્લંઘન અને લોકોની પ્રાઇવસીનું ઉલ્લંઘન માન્યુ હતુ.

અત્યાર સુધી 38 લોકોની ધરપકડ

કાનપુરના સંયુક્ત કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ કહ્યુ કે અત્યાર સુધી 38 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જે પેટ્રોલ પંપથી ખુલ્લામા પેટ્રોલ લેવામાં આવ્યુ તેમની પર પણ કાર્યવાહી થશે, તેમણે કહ્યુ કે અત્યારે અમે કોઇ પોસ્ટર જાહેર કર્યુનથી. પોલીસ ફોટોગ્રાફની ઓળખ કરી રહી છે. જો આ નથી મળતા તો તેને જાહેર કરીશુ.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Expression Of Self-Love: ભારતનો કાયદો શું કહે છે જ્યારે તમે તમારી જાત સાથે લગ્ન કરો છો તો, શું તમને કાનૂની માન્યતા મળી શકે છે?

Gujarati banner 01