the real hero

The Real Hero. . દાંતા ના વતની ફૌજી દેશની સેવા કરી પરત ફરેલા નિવૃત્ત જનાવનું દાંતામાં સ્વાગત કરાયું

The Real Hero: ગામના લોકો માટે આ પ્રથમવાર ગામનો ફૌજી હેમખેમ પરત ફરતો હોવાથી ગામની કુંવારીકાઓ દ્વારા શ્રીફળ બેડુ લઈ સામૈયું કરવામાં આવ્યું હતું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૭ ઓગસ્ટ:
The Real Hero: 21 વર્ષથી CRPF ના જવાન તરીકે દેશની સેવા કરતા દાંતા ગામના ડેપ્યુટી સરપંચ હરપાલસિંહ રાણાના મોટા ભાઈ હરિશ્ચંદ્રસિંહ રાણા CRPF માં સેવા નિવૃત્ત થઈ પોતાના માદરે વતન દાંતા ગામમાં પરત ફર્યા હતા . ગામના લોકો માટે આ પ્રથમવાર ગામનો ફૌજી હેમખેમ પરત ફરતો હોવાથી ગામની કુંવારીકાઓ દ્વારા શ્રીફળ બેડુ લઈ સામૈયું કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો…oldest Competitive Powerlifter: 100 વર્ષની ઉંમરે દાદીએ ‘દુનિયાનાં સૌથી વૃદ્ધ પાવરલિફ્ટર’નો બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ- જુઓ વીડિયો

અને વિવિધ સ્થળોએ નિવૃત્ત ફોજીનું ફૂલહાર દ્વારા તેમજ પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું . The Real Hero; બાદમાં દાંતા મહારાણા સાહેબ મહિપેન્દ્રસિંહજીના અધ્યક્ષ સ્થાને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ગામના વિવિધ સમાજ દ્વારા ઉપહારો આપી સન્માન કરવામાં આવ્યું હતું . ગામના યુવાનો પ્રેરાઈને મોટી સંખ્યામાં ફૌજમાં ભરતી થાય એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા વતી પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલે પણ શુભેચ્છાઓ પાઠવી હતી ને આ રીયલ હીરો નો જોશ જોઈ અન્ય લોકો પણ દેશવાસીઓ ની સેવા માટે ફૌજમા ભરતી મેળવે તેવી ઈચ્છા વ્યક્ત કરવામા આવી હતી.