1464119901 8726 edited

No Hope Of Rain In Gujarat : ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી વરસાદની કોઈ આશા નથી, પાણીના અભાવે ખેડૂતોના પાકને નુકસાનની શક્યતાઓ!

No Hope Of Rain In Gujarat: 15 ઓગસ્ટ સુધીમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની આશા પણ નથી

અમદાવાદ, 07 ઓગષ્ટઃ No Hope Of Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસાની સિઝનનો દોઢ મહિનો વીતિ ગયો છે પરંતુ હજુ જોઈએ તેવો વરસાદ સારો થયો નથી. રાજ્યમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. જુલાઈના અંતમાં વરસાદ થવાના કારણે કૃષિ પાકને જીવનદાન મળ્યું હતું.

પરંતુ ઓગસ્ટ મહિનાનું એક સપ્તાહ પૂરું થયું પણ સારા વરસાદ(No Hope Of Rain In Gujarat)ની આશા નથી. ત્યારે 15 ઓગસ્ટ સુધીમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની આશા પણ નથી. અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન હજુ ગરમી-ઉકળાટ વધી શકે છે અને તાપમાન 35 ડિગ્રી સુધી જવાની સંભાવના છે.

રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે. આમ હજુ સુધી રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ છે. ઓગસ્ટમાં સારો વરસાદ નહીં થાય તો પાણીની તંગી પણ સર્જાશે. છેલ્લા 24 કલાકમાં માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થયો છે. જ્યારે દાહોદ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થયો છે.

આ પણ વાંચોઃ Bombs in mumbai: બિગબીના બંગલા સહિત મુંબઈના 3 વિસ્તારમાં બોમ્બો હોવાની વાતો, કોલ કરનાર બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી- વાંચો વિગત

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહશે. આગામી 5 દિવસમાં અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લામાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ થવાની શકયતા છે. ઓગસ્ટના બીજા સપ્તાહ પછી સારો વરસાદ થાય તેવી આશા છે.

ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ગુજરાતમાં સરેરાશ 35.37 ટકા વરસાદ થયો છે. 2020 જુલાઈમાં 42.23 ટકા વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે 5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 36.09 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે 5 ઓગષ્ટ 2020માં 44.79 ટકા વરસાદ નોંધાયો હતો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદ ઓછો છે. ગુજરાતમાં સરેરાશ વરસાદ 36.09 ટકા થયો છે. હજુ ગુજરાતમાં 41 ટકા વરસાદની ઘટ છે.

વરસાદ ખેંચતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હજુ વરસાદ ખેંચશે તો મુશ્કેલી સર્જાશે. આંકડા પ્રમાણે વરસાદના ઘટની વાત કરીએ તો, રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં 57%, અરવલ્લીમાં 54%, સુરેન્દ્રનગરમાં 52%, તાપીમાં સરેરાશથી 49%, દાહોદમાં 48% વરસાદની ઘટ છે. 11 જિલ્લામાં તો વરસાદની 50%થી પણ વધારે ઘટ છે.

આ પણ વાંચોઃ new rules for afghan women: અફઘાનિસ્તાનમાં યુવતીએ બુરખો ના પહેર્યો તો મોતને ઘાટ ઉતારી, મહિલાઓ પર લાગુ આ પ્રતિબંધ- વાંચો વિગતે

છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. વરસાદ વગર અને શાકભાજીને નુકસાન કારક પવનને લઈને તુરીયા ગલકા કાકડી ચીભડાંના પાકોમાં ઇયળો થવા લાગી છે અને જે પાક ઉગી રહ્યો હતો તેમાં સડો થવા લાગ્યો છે. વરસાદને અભાવે પાકના પાન પીળા પડી જવા અને સુકાઈ જવાની સમસ્યા વધતી જાય છે. સમગ્ર પરિસ્થિતિ જોતા ખેડૂતોની હાલત દયનિય થઇ છે.

Whatsapp Join Banner Guj