Clarification of UIDAI to mamta didi

Clarification of UIDAI: મમતા બેનરજીના આરોપો પર UIDAIની સ્પષ્ટતા, કહ્યુ- કોઇ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી- જાણો શું છે મામલો

Clarification of UIDAI: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યા હતા

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ Clarification of UIDAI: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળના લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે જેથી તેઓને સરકારી યોજનાઓનો લાભ ન ​​મળે.

જો કે હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ સોમવારે મમતા બેનરજીના આરોપોને સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે, આધાર ડેટાબેઝ અપડેટ રાખવા માટે આધાર નંબર ધારકોને સમયે-સમયે સૂચનાઓ આપતી હોય છે, પરંતુ કોઈ નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAIનું આ નિવેદન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના આરોપો બાદ આવ્યું છે.

આ પણ વાંચોઃ Drone Didi Scheme: સરકારની આ યોજના હેઠળ મહિલાઓ ઘરે બેઠા કરી શકશે કમાણી- જાણી લો આ લાભની સ્કીમ વિશે

નોંધનીય છે કે આધારનો સૌથી વધુ ઉપયોગ આઈડી કાર્ડ તરીકે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ સબસિડી અને વિવિધ સેવાઓ મેળવવા માટે થાય છે. UIDAIએ તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે આધાર ડેટાબેઝની ચોકસાઈ જાળવવા માટે ઓથોરિટી દસ્તાવેજોને અપડેટ કરી રહી છે.

UIDAIએ વધુમાં જણાવ્યું છે કે, ડેટાબેઝ અપડેટ કરતી વખતે આધાર નંબર ધારકોને સમયાંતરે સૂચનાઓ આપવામાં આવે છે. આ સંદર્ભમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. જો કોઈ આધાર નંબર ધારકને આ સંબંધમાં કોઈ ફરિયાદ હોય, તો તેઓ તેમની ફરિયાદ ઓફિસિયલ વેબસાઈટ https://uidai.gov.in/en/contact-support/feedback.html પર મોકલી શકે છે.

Gujarati banner 01