Drone Didi Scheme

Drone Didi Scheme: સરકારની આ યોજના હેઠળ મહિલાઓ ઘરે બેઠા કરી શકશે કમાણી- જાણી લો આ લાભની સ્કીમ વિશે

Drone Didi Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરી હતી

બિઝનેસ ડેસ્ક, 20 ફેબ્રુઆરીઃ Drone Didi Scheme:  સરકાર ખેતીમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ઘણી યોજનાઓ પણ શરૂ કરી રહી છે. લખપતિ દીદી યોજના પણ આવા પ્રયાસોનો એક ભાગ હતી. હવે કેન્દ્ર સરકારે કૃષિ મહિલાઓની આવક વધારવા માટે ડ્રોન દીદી યોજના શરૂ કરી છે. નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરી હતી

ડ્રોન દીદી જેમ લખપતિ દીદી નામની યોજના ચલાવી સરકાર મહિલાઓને સમૃદ્ધ બનાવવા માગે છે. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના છે. મહિલાઓ ઘરબેઠા સારી કમાણી કરી શકે છે સરકાર આ યોજના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે.

આ પણ વાંચોઃ Onion Price: ડુંગળી ના ભરી હોય તો ભરી લેજો, માર્ચની શરૂઆતથી ભાવમાં થશે વધારો

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ડ્રોન દીદી યોજના માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે આ યોજના માટે ફાળવણીમાં અઢી ગણો વધારો કર્યો છે.  આ યોજનાનું ફોકસ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે.

સરકારે નમો ડ્રોન દીદી યોજના માટે વચગાળાના બજેટમાં 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ગયા વર્ષની ફાળવણી (રૂ. 200 કરોડ) કરતાં 2.5 ગણી વધારે છે. નમો ડ્રોન યોજના માટે વધેલા ભંડોળ કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ યોજનાનો લાભ કોને મળશે? આ યોજના ક્યારે શરૂ થઈ? કોઈ તેનો લાભ કેવી રીતે લઈ શકે? અહીં અમે તમને વિગતો આપી છે. 

આ યોજના હેઠળ, સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 15,000 મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પ્રદાન કરવાનો નિર્ણય કર્યો છે. ખેતીમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. તેનાથી મહિલાઓ સશક્ત બની રહી છે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો