Akshay tritiya

Akshay tritiya 2022: મંગળવારે પંચમહાયોગમાં અખાત્રીજનો અવસર, હવે 100 વર્ષ સુધી આવો દુર્લભ યોગ નહીં બને- વાંચો શું છે ખાસ?

Akshay tritiya 2022: અખાત્રીજે આવો પંચ મહાયોગ આજ સુધી બન્યો નથી. આ દિવસે તિથિ અને નક્ષત્રનો સંયોગ 24 કલાક હોવાથી ખરીદી, રોકાણ અને લેવડ-દેવડ માટે આખો દિવસ શુભ રહેશે

ધર્મ ડેસ્ક, 02 મેઃAkshay tritiya 2022: દરેક પ્રકારની ખરીદી અને નવી શરૂઆત માટે વણજોયું મુહૂર્ત 3 મેના રોજ રહેશે. આ દિવસે વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ એટલે અખાત્રીજ પર્વ ઊજવવામાં આવે છે. સ્નાન, દાનનું આ પર્વ મંગળવારે એટલે કે આવતીકાલે રોહિણી નક્ષત્રમાં ઉજવાશે. આ વખતે પાંચ ગ્રહોની શુભ સ્થિતિ અને પાંચ રાજયોગમાં આ મહાપર્વ ઉજવાશે. અખાત્રીજે આવો પંચ મહાયોગ આજ સુધી બન્યો નથી. આ દિવસે તિથિ અને નક્ષત્રનો સંયોગ 24 કલાક હોવાથી ખરીદી, રોકાણ અને લેવડ-દેવડ માટે આખો દિવસ શુભ રહેશે.

જ્યોતિષ પ્રમાણે આ વખતે અખાત્રીજે સૂર્ય, ચંદ્ર, શુક્ર ઉચ્ચ રાશિમાં અને ગુરુ, શનિ પોતાની જ રાશિમાં રહેશે. સાથે જ કેદાર, શુભ કર્તરી, ઉભયચરી, વિમલ અને સુમુખ નામના પાંચ રાજયોગ બનશે. આ દિવસે શોભન અને માતંગ નામના બે અન્ય શુભ યોગ રહેશે. આ પ્રકારે અખાત્રીજે ગ્રહોનો મહાસંયોગ પહેલીવાર બની રહ્યો છે. જેથી આ દિવસે કરવામાં આવતા કાર્યોથી સુખ અને સમૃદ્ધિ વધશે.

જ્યોતિષાચાર્ય મુજબ, આવતા 100 વર્ષ સુધી આવો શુભ સંયોગ બનશે નહીં. અખાત્રીજે રોહિણી નક્ષત્રનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે આ વખતે બની રહ્યો છે.

આ પણ વાંચોઃ ZEE 24 Kalak won 5 awards in ENBA 2021: ZEE 24 કલાકે રાષ્ટ્રીય એવોર્ડ ENBA 2021માં કુલ 5 એવોર્ડ પોતાના નામે કર્યા, ચેનલના એડિટરે જીતનો શ્રેય પોતાની ટીમને આપ્યો

આ આખું વર્ષ સારો પાક થવાનો સંકેત છે. ઘઉં, સોયાબીન અને ચોખાનો નિકાસ વધી શકે છે. આ મહાપર્વમાં ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગથી દેશની આર્થિક ઉન્નતિ થવાના યોગ બનશે. મોંઘવારી ઉપર નિયંત્રણ રહેશે. વેપારીઓ માટે સમય સારો રહેશે. જોકે, ટેક્સ કલેક્શન પણ વધી શકે છે. વિદેશી રોકાણ વધશે. લોકોના હિતમાં નવા કાનૂન અને યોજનાઓ બનશે. તેના ઉપર કામ પણ થશે. આ વર્ષે સોનાની કિંમતમાં વધારો થઇ શકે છે.

અખાત્રીજે ખરીદેલાં ઘરેણાં અને સામાન શાશ્વત સમૃદ્ધિના પ્રતીક હોય છે. આ દિવસે ખરીદેલું અને પહેરેલું સોનું અખંડ સૌભાગ્યનું પ્રતીક હોય છે. આ દિવસે શરૂ કરવામાં આવેલ કોઈપણ નવું કામ અથવા કોઈપણ કામમાં રોકાણ કરેલી મૂડી લાંબા સમય સુધી ફાયદો આપે છે. માન્યતા છે કે આ દિવસે ખરીદેલું સોનું અખૂટ રહે છે, કેમ કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સ્વયં તેની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ Meteorological Department Forecast: કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી- વાંચો વિગત

Gujarati banner 01