Champa shashti

Champa shashti: આજે ચંપા ષષ્ઠી ભગવાન કાર્તિકેયને છે સમર્પિત, આ દિવસે શિવજીને રીંગણ બાજરીનો ધરાવવામાં આવે છે ભોગ

Champa shashti: સ્કંદ પુરાણ અનુસાર, આ તહેવાર ભગવાન કાર્તિકેયને સમર્પિત છે. આથી આ તહેવારને સ્કંદ ષષ્ઠી પણ કહેવામાં આવે છે

ધર્મ ડેસ્ક, 09 ડિસેમ્બરઃ Champa shashti: માગશર મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિએ ચંપા ષષ્ઠી વ્રત કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 9 ડિસેમ્બર, ગુરુવારે કરવામાં આવશે. આ વ્રત કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો મુખ્ય તહેવાર છે. અહીં ભગવાન શિવના અવતાર ખંડોબાને ખેડૂતોના દેવ તરીકે પૂજવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે.

આ દિવસે ભગવાન શિવના માર્કંડેય સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર, આ તહેવાર ભગવાન કાર્તિકેયને સમર્પિત છે. આથી આ તહેવારને સ્કંદ ષષ્ઠી પણ કહેવામાં આવે છે. આ દિવસે અનેક જગ્યાએ ભગવાન કાર્તિકેયની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે.

શિવજીને રીંગણ બાજરીના ભોગ
ચંપા ષષ્ઠીને છઠ્ઠ પર્વ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે શિવલિંગને રીંગણ અને બાજરી અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને આ તહેવાર મહારાષ્ટ્રમાં ઊજવવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવના માર્કંડેય સ્વરૂપને સમર્પિત છે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને અને સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરવામાં આવે છે. શિવલિંગને દૂધ અને ગંગાજળ અર્પણ કરવામાં આવે છે. આ પછી ફૂલ, અબીર, બેલના પાન ચઢાવવામાં આવે છે અને દેશી ખાંડનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Congress leader statement about rizvi: કોંગ્રેસના આ નેતા રિઝવીનુ માથુ કાપીને લાવનારને 25 લાખ રુપિયાનુ ઈનામ આપવાની જાહેરાત- વાંચો વિગત

ભગવાન કાર્તિકેયની આ રીતે કરવામાં આવે છે પૂજા
સ્કંદ ષષ્ઠીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને વ્રત અને ઉપવાસનો સંકલ્પ લેવો. ત્યારબાદ દક્ષિણ દિશામાં મુખ રાખીને ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. ઘી, દહીં અને જળ ચઢાવવામાં આવે છે. આ પછી ભગવાન કાર્તિકેયને ફૂલ ચઢાવવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે ભગવાન કાર્તિકેયને ચંપાનાં ફૂલ ચઢાવવામાં આવે છે. પછી રાત્રે જમીન પર સૂવું જોઈએ. આ દિવસે તેલનું સેવન કરવામાં આવતું નથી અને બીજા દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે.

આ દિવસે વ્રત અને ઉપાસનાનું મહત્ત્વ
આ દિવસે ભગવાન શિવની આરાધના અને ઉપવાસ કરવાથી પાપોનો નાશ થાય છે. સમસ્યાઓ દૂર થાય છે. સુખ-શાંતિ પણ મળે છે અને મોક્ષ પણ મળે છે. એવી માન્યતા છે કે ચંપા ષષ્ઠીનું વ્રત કરવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે. એવુ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી પાછલા જન્મના તમામ પાપ ધોવાઈ જાય છે અને જીવન સુખી બને છે. ભગવાન કાર્તિકેય મંગળ ગ્રહના સ્વામી છે. મંગળને બળવાન કરવા માટે ભગવાન કાર્તિકેયે આ દિવસે વ્રત કરવું જોઈએ.

Whatsapp Join Banner Guj