Hanuman

રામ ભક્ત હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇ તિરુપતી મંદિર ટ્રસ્ટે કરી જાહેરાત, પુરાવા વિશે પણ વિગતે આપી જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ધર્મ ડેસ્ક, 24 એપ્રિલઃ આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામ ભક્ત હનુમાનને અમરત્વનું વરદાન છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર, હનુમાનજી આજે પણ જીવીત છે. તાજેતરમાં જ હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇને સંશોધન ચાલી રહ્યું હતું. તિરુપતિના તિરુમાલા હિલ્સ પર આવેલ ભગવાન બાલાજી મંદિરનું સંચાલન કરનારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટએ નક્કર પૂરાવાની સાથે આ વાતની સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે અંજનાદ્રીના પહાડો જ ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ(Hanumanji Birthplace) છે. અંજનાદ્રી તે સાત પહાડોમાંથી એક છે જેના પર શ્રી વેંકટેશ્વર સ્વામીનું મંદિર આવેલું છે. બુધવારે રામનવમીના પ્રસંગે તિરુમાલા ટ્રસ્ટે તેની જાહેરાત કરી છે.

જાહેરાત સમયે ટ્રસ્ટ તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ આ પ્રસંગે હાજર હતા. તેમણે કહ્યું કે તે હનુમાનજીના બહુ મોટા ભક્ત છ અને તેમને ખુશી છે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે અંજનાદ્રીના પહાડોને હનુમાનજીનું જન્મસ્થળ(Hanumanji Birthplace) જાહેર કરતાં પહેલાં એક્સપર્ટ કમિટીની મદદથી ગાઢ રિસર્ચ પણ કરાવ્યું છે. રાજ્યપાલે રિસર્ચ માટે લાગેલી ટીમને અભિનંદન આપતાં કહ્યું કે આખી ટીમે 4 મહિના સુધી દિવસ-રાત હનુમાનજીના જન્મસ્થળ સાથે જોડાયેલા પૂરાવાઓને એકઠાં કર્યા અને હવે આ સાબિત થઈ ગયું કે અયોધ્યા શ્રીરામનું જન્મસ્થળ છે. અને અંજનાદ્રી, અંજનેયનો. અંજનીના પુત્ર હોવાના કારણે હનુમાનજીને અંજનેય પણ કહેવામાં આવે છે.

Hanumanji Birthplace

નોંધનીય છે કે, નેશનલ સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર મુરલીધર શર્મા જે આ એક્સપર્ટ કમિટીના સભ્ય પણ છે. તેમણે મીડિયાની સામે પૌરાણિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક, સાહિત્યિક અને ભૂવૈજ્ઞાનિક પૂરાવાની સાથે અંજનાદ્રીને અંજનેય સ્વામી એટલે હનુમાનજીનું જન્મસ્થળ જાહેર કર્યું. તેમણે કહ્યું કે 12 પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. તેમણે પુરાણોમાં લખાયેલી કેટલાંક ઘટનાઓને મીડિયા સામે રાખતાં કહ્યું કે –

  • વાલ્મિકી રામાયણમાં સુંદર કાંડમાં 81થી 83 શ્લોકમાં આ વાતનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે કે હનુમાનજીનો જન્મ તપસ્યા પછી આ પવિત્ર પહાડોમાં અંજના દેવીના કૂખે થયો હતો. આથી હનુમાનજી અંજનેય કહેવાયા, જ્યારે પહાડોને અંજનાદ્રી નામ મળ્યું.
  • 1491 અને 1545 બંનેના શ્રીવારી મંદિરમાં પથ્થરો પર લખેલા શિલા લેખમાં અંજનાદ્રીને જ અંજનેય એટલે હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace) તરીકે દર્શાવવામાં આવ્યું છે.
  • તે સિવાય વ્યાસ મહાભારત ચેપ્ટર 147 વનપર્વ, વાલ્મિકી રામાયણમાં 66 ચેમ્પર કિશ્કિંધા કાંડ, શિવ પુરાણા, શતરુદ્ર સંહિતા, બ્રહ્માંડ પુરાણ, સ્કંદ પુરાણ આ બધામાં પણ આવા જ પૂરાવા મળ્યા છે.
  • લંડનની લાઈબ્રેરીમાં રહેલ એક પુસ્તક જેનું નામ અંજનાદ્રી મહાત્મ્યમાં પણ અંજનાદ્રીને જ હનુમાનજીનું જન્મસ્થળ ગણાવવામાં આવ્યું છે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીએ જણાવ્યું કે અમારા પંડિતોની ટીમે આકરી મહેનત કરીને નક્કર પૂરાવા એકઠાં કર્યા છે. અને 22 પાનાનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. અમે ટૂંક સમયમાં આ રિપોર્ટને અમારી વેબસાઈટ પર અપલોડ કરી દઈશું. હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્ય માત્ર સ્થાનિક માન્યતાઓના આધારે હનુમાનજીનું જન્મસ્થળ(Hanumanji Birthplace) હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ તેમની પાસે કોઈ નક્કર પૂરાવા નથી. જોકે ટ્રસ્ટના પંડિતોની આખી ટીમ ટૂંક સમયમાં આ પૂરાવાઓ સાથે સંબંધિત એક પુસ્તક પણ રિલીઝ કરશે.

Hanumanji Birthplace

ઉલ્લેખનીય છે કે, ઈતિહાસકારોમાં પણ હનુમાનજીના જન્મસ્થળને લઈને અનેક આશંકાઓ છે. 5 અન્ય જગ્યાઓને પણ હનુમાનજીનું જન્મસ્થળ(Hanumanji Birthplace) ગણવામાં આવે છે.

  • કર્ણાટકના હમ્પીમાં અંજનાદ્રીની પાસે જ એક પહાડી છે. જોકે હમ્પીના કન્નડ યુનિવર્સિટીના વિદ્વાનો પાસે આ વાતને સાબિત કરવા માટે કોઈ પૂરાવા નથી.
  • ઝારખંડના ગુમલા જિલ્લાથી 21 કિલોમીટર દૂર આવેલ અંજન ગામ
  • ગુજરાતના નવસારીમાં આવેલ અંજનનો પહાડ.
  • હરિયાણાનો કૈથલ વિસ્તાર.
  • મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ત્ર્યંબકેશ્વર મંદિરથી 7 કિલોમીટર દૂર આવેલ અંજનેરી.

આ પણ વાંચો….

Zydus Cadila કંપની શોધી કોરોનાની દવાઃ 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે