Bhadrvi mahamedo

Bhadrvi mahamedo: 5થી 10 સપ્ટેમ્બરના રોજ અંબાજીમાં ભાદરવી મહામેળાનું આયોજન

Bhadrvi mahamedo: અંબાજી ખાતે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષસ્થા ને ભાદરવી પુનમિયા સંઘની મીટિંગ યોજાઈ

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 07 ઓગષ્ટઃ Bhadrvi mahamedo: યાત્રાધામ અંબાજી દેશ અને દુનિયાના 51 શક્તિપીઠોમાં અનેરું સ્થાન ધરાવે છે.આવનારા 5 થી 10 સેપ્ટેમ્બર અંબાજીમાં ભાદરવી મહામેળાનું આયોજન છે. જેને લઈ હાલ માં વહીવટી તંત્રની પુર્ણ જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અંબાજી ભાદરવી મહામેળામાં આવનાર લાખો લોકોની સુવિધાઓ પુરી પાડવા તંત્ર કાર્યરત છે ત્યારે અંબાજી ખાતે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષસ્થા ને ભાદરવી પુનમિયા સંઘની મીટિંગ યોજાઈ હતી.

છેલ્લા બે વર્ષ થી કોરોના મહામારી ના કારણે અંબાજી ખાતે ભરાતા ભાદરવિપુનમ ના મેળા ની પરંપરા ખંડિત થઇ હતી જયારે કોરોના નુ વ્યાપ ઘટતા જિલ્લા કલેકટર દ્વારા ચાલુ વર્ષે 5 થી 10 સપ્ટેમ્બર 2022 ના 6 દિવસીય ભાદરવી પૂનમ નો મેળો ભરાવાની જાહેરાત કરાઈ છે ત્યારે અંબાજી ખાતે પગપાળા ચાલી ને આવતા હજારો પગપાળા સંઘો ના સંગઠન નું કાર્ય કરતુ ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા આજે અંબાજી ખાતે મેળા પૂર્વે અંબાજી માં આવતા પદયાત્રીઓ માટે કરાયેલી સુખ સુવિધા ની છણાવટ માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર ના કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજી મેળા માં અપાતી સુવિધા ની સમીક્ષા કરી હતી આજની આ બેઠક ને રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલે દીપ પ્રગટાવી શરૂઆત કરી હતી ખાસ કરીને અંબાજી માં પગપાળા આવતા સંઘો ના વાહનો ને અડચણ ન થાય તે માટે સૌ પ્રથમ વખત ડીઝીટલ વાહન પાસ આપવાની વ્યવસ્થા કરાઈ છે .

જ્યારે અંબાજી માં આવતા તમામ પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા સાથે વોટર પ્રુફ સમિયાણા તેમજ અંબાજી આસપાસ ના વિસ્તારો માં જંગલ વિસ્તાર માં લાઈટિંગ વ્યવસ્થા ,આરોગ્ય લક્ષી સુવિધાઓ તેમજ સુચારુ અને શાંતિ રૂપ થી દર્શન થાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હોવાનું જણાવાયું હતું જોકે આ સાથે યાત્રિકો ની સુરક્ષા અને સલામતી માટે પણ પોલીસ ફોર્સ તેનાત કરાશે તેમજ યાત્રિકો પગપાળા અંબાજી આવ્યા બાદ પરત જવા એક્સટ્રા ST વાહન વ્યવહાર ની સુવિધા ગોઠવવા માં આવી છે એટલુજનહી આ વખતે જે દાંતાથી અંબાજી સુધી 20 કિલોમીટર નો વાહન વ્યવહાર બંધ કરાતો હતો જે આવખતે માર્ગો લપોર લાઈન થઈજતા રસ્તો ચાલુ રાખવામા આવશે એટલુજ નહી આરોગ્ય મંત્રીએ કોવીડમો પ્રિકોસન ડોઝ લઈ લેવા ફરજીયાત જણાવ્યુ હતુ

આ પણ વાંચોઃ Kejriwal’s announcement in Gujarat: આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતની જનતાને મળશે આ લાભ, દિલ્હીના CMની મોટી જાહેરાત- વાંચો વિગત

ઋષિકેશ પટેલ (આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી)ગુજરાત રાજ્ય

આ મીટીંગ મા પગપાળા આવતા મોટા સંઘોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં ગુજરાતના નાના-મોટા 1470 જેટલા સંઘોનો સમાવેશ છે. આ 1470 સંઘોનું પ્રતિનિધિત્વ ભાદરવી પુનમિયા સંઘ કરતું હોય છે.ત્યારે જે પ્રવેશપાસ ડીઝીટલ ઓન લાઈન કરવામાંઆવ્યુ છે તેની સાથે મેન્યુઅલી પણ રાખવા માંગ 2યોગેશભાઈ પટેલ (મહામંત્રી ભાદરવીપુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ)ગુજરાત દ્વારા માંગ કરાઈ છે


આજની બેઠક મા આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ૠષિકેશ પટેલ , જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, બનાસકાંઠા જિલ્લા પોલિસ વડા, અંબાજી મંદિરના વહિવટદાર આર.કે.પટેલ,એસડીએમ મામલતદાર સહીતના જીલ્લા વહીવટી તંત્ર સાથે અને મંદિરના અધિકારીઓ હાજર રહ્યા હતા..

આ પણ વાંચોઃ Triranga yatra in ambaji: અંબાજી થી નડાબેટ સુધી ની 1551 ફૂટ લાંબા તિંરગા ધ્વજ સાથે આ તિરંગા યાત્રા નું શુભારંભ કરાયું

Gujarati banner 01