CM Bhupendra Patel

Gujarat Government : સરકારનો મોટો નિર્ણય : ગુજરાતના ગામડાના રસ્તા અરીસા જેવા ચકચકિત બનાવાશે

Gujarat Government : ગ્રામ્ય વિસ્તારોને બારમાસી રસ્તાની સુવિધા-કનેક્ટિવિટી આપવા ૩૮૪૨ કરોડ રૂપિયાના કામોને લીલીઝંડી આપવામાં આવી

ગાંધીનગર, 15 માર્ચઃ Gujarat Government : ગ્રામ્ય રોડ કનેક્ટિવિટી સુદ્રઢ કરવાની દિશામાં મુખ્યમંત્રીનો નવતર અભિગમ સામે આવ્યો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને બારમાસી રસ્તાની સુવિધા-કનેક્ટિવિટી આપવા ૩૮૪૨ કરોડ રૂપિયાના કામોને લીલીઝંડી આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના ૭૪૫૩ કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોના રિસરફેસિંગ માટે રૂ. ૩૧૨૦ કરોડ મંજૂર કરાયો છે. જેનાથી સરહદી ગામો-બોર્ડર વિલેજ-પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના ૨૫૦ થી ઓછી વસ્તી ધરાવતા પરાઓને જોડતા ૫૧૫ માર્ગોનું રીસરફેસિંગ કરાશે.

પ્રગતિના પાયારૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વિકસાવેલી પરિપાટીમાં ગુજરાતને ગ્રામ્ય માર્ગો સુધારણાથી અગ્રેસર રાખવાનો ગુજરાત સરકારનો નિર્ધાર છે. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરવા માટે ૩૮૪૨ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અવિરત પ્રગતિના પાયારૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પરિપાટી વિકસાવી છે. એટલું જ નહીં, તેમણે રાજમાર્ગોને લોકોની સુખાકારી અને રાષ્ટ્રના વિકાસની ધોરી નસ ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ Vastu Tips for Fish Aquarium: ફિશ એક્વેરિયમ ઘરે લાવવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો આ વાસ્તુ નિયમ, ધન-સંપત્તિમાં થશે વધારો

મુખ્યમંત્રીએ આ જ પરંપરાને ગુજરાતમાં વધુ ગતિથી આગળ ધપાવવાના નિર્ધાર સાથે ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મજબૂતીકરણ દ્વારા ગ્રામીણ વસ્તીને બારમાસી રસ્તાની સુવિધા, કનેક્ટિવિટી આપવાનો અભિગમ આ ૩૮૪૨ કરોડ રૂપિયાના કામો મંજૂર કરવામાં અપનાવ્યો છે. આ હેતુસર, રાજ્યની તમામ જિલ્લા પંચાયત હેઠળના ગ્રામ્ય આંતરિક માર્ગોના જરૂરી રિસરફેસિંગ માટેના ૩૧૮૦ કામો માટે ૩૧૨૦.૭૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આવા કુલ ૭૪૫૩.૨૧ કિલોમીટર લંબાઇના નોન પ્લાન રસ્તાઓનું રિસરફેસિંગ હાથ ધરાશે. 

આ ઉપરાંત, રાજ્યના નોર્મલ વિસ્તારોમાં ૨૫૦ થી ૫૦૦ ની વસ્તી ધરાવતા પરાઓને જોડતા ૨૦૬ માર્ગોને રિસરફેસ કરવાની કામગીરી અન્‍વયે ૩૯૪.૨૭ કિલોમીટર લંબાઇના કામો હાથ ધરવા મુખ્યમંત્રીએ ૧૯૧.૫૫ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે. એટલું જ નહીં, રાજ્યના સરહદી ગામો-બોર્ડર વિલેજ, પરાઓ ચોમાસા દરમિયાન અન્ય માર્ગોથી વિખૂટા ડિસકનેક્ટ થઈ જતા હોય છે તેને જોડાણ આપવાની દિશામાં પણ મહત્વપૂર્ણ મંજૂરી આપી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો