Onion Price: ડુંગળી ના ભરી હોય તો ભરી લેજો, માર્ચની શરૂઆતથી ભાવમાં થશે વધારો

Onion Price: રવિ સિઝનમાં ડુંગળીની ઉપજ ઓછી થવાની આશંકાથી બજારમાં પુરવઠામાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે

બિઝનેસ ડેસ્ક, 20 ફેબ્રુઆરીઃ Onion Price: દેશમાં ડુંગળીના ભાવને મામલે તડાફડી મચી રહી છે. રવિ સિઝનમાં ડુંગળીની ઉપજ ઓછી થવાની આશંકાથી બજારમાં પુરવઠામાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડુંગળીના નિકાસકારો અને ઉદ્યોગના અગ્રણીઓએ રવિ ડુંગળીના ઉત્પાદનમાં 30 ટકાના ઘટાડાનો ભય દર્શાવતા પુરવઠામાં વિક્ષેપ આવવાની ચેતવણી આપી છે. જેને પગલે આગામી દિવસોમાં ખેડૂતોને ફાયદો તો ખાનારને વધુ ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

આ પણ વાંચોઃ Board Exam Rules: 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે શિક્ષામંત્રીએ કરી મોટી જાહેરાત, બોર્ડની પરીક્ષામાં થશે બદલાવ

રવિ સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું થવાની આશંકાથી બજારમાં પુરવઠામાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડુંગળીના નિકાસકારો અને વેપારીઓએ ડુંગળીની અછત અંગે ચેતવણી આપી છે, રવિ ડુંગળીના પાકમાં 30 ટકાનો ઘટાડો થવાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવામાનમાં ફેરફાર પાકના વધુ ઉત્પાદનમાં અવરોધરૂપ બન્યા છે. ગત વર્ષે પણ અનિયમિત હવામાનને કારણે શેરડી, કઠોળ વગેરે પાકોની ઉપજમાં ઘટાડો નોંધાયો હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો