CISF Recruitment 2022

CISF Recruitment 2022: ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ તથા અન્ય વિગત

CISF Recruitment 2022: ઉમેદવારો CISF ની ઓફિશિયલ વેબસાઇટ cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે

નવી દિલ્હી, 11 ઓક્ટોબરઃ CISF Recruitment 2022: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં નોકરી (સરકારી નોકરી) મેળવવાની સારી તક છે. આ માટે, CISF એ હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ CISF ની ઓફિશિયલ વેબસાઇટ cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે.

આ ઉપરાંત, ઉમેદવારો આ પોસ્ટ્સ માટે સીધી આ લિંક www.cisf.gov.in/cisfeng/ દ્વારા પણ અરજી કરી શકે છે. ઉપરાંત, આ લિંક CISF HC ASI Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને, તમે સત્તાવાર સૂચના (CISF ભરતી 2022) પણ ચકાસી શકો છો. આ ભરતી (CISF ભરતી 2022) પ્રક્રિયા હેઠળ કુલ 540 જગ્યાઓ ભરવામાં આવશે.

CISF ભરતી 2022 માટેની મહત્વની તારીખો

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ – 26 સપ્ટેમ્બર 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 25 ઓક્ટોબર 2022

CISF ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો

કુલ પોસ્ટની સંખ્યા – 540

CISF ભરતી 2022 માટે પાત્રતા માપદંડ

ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.

આ પણ વાંચોઃ Ban on firecrackers: ગયા વર્ષની જેમ આ દિવાળીએ પણ અહીં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટએ આપ્યો મોટો ચુકાદો

CISF ભરતી 2022 માટે વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

CISF ભરતી 2022 માટે અરજી ફી

ઉમેદવારોએ રૂ. 100/- ચૂકવવાના રહેશે.

CISF ભરતી 2022 માટે પગાર

HC – પગાર સ્તર-4 (પે મેટ્રિક્સમાં રૂ. 25,500-81,100/-)
ASI – પગાર સ્તર-5 (પે મેટ્રિક્સમાં રૂ. 29,200-92,300/-)

CISF ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા

ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને દસ્તાવેજીકરણ OMR/કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડ હેઠળ લેખિત કસોટી
કૌશલ્ય પરીક્ષણ
તબીબી પરીક્ષણ

આ પણ વાંચોઃ Russia launched a missile attack on Ukraine: રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સહિત કેટલાય શહેરો પર ભીષણ મિસાઈલો વડે હુમલો- વાંચો વિગત

Gujarati banner 01