Russia launched a missile attack on Ukraine

Russia launched a missile attack on Ukraine: રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સહિત કેટલાય શહેરો પર ભીષણ મિસાઈલો વડે હુમલો- વાંચો વિગત

Russia launched a missile attack on Ukraine: કીવમાં 8 નાગરિકોના મોત થઈ ગયા છે અને 24 લોકો ઘાયલ થયા છે

નવી દિલ્હી, 10 ઓક્ટોબરઃ Russia launched a missile attack on Ukraine: રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સહિત કેટલાય શહેરો પર ભીષણ મિસાઈલો વડે હુમલો કર્યો છે. કીવ પર લગભગ ચાર જેટલી મિસાઈલો છોડી છે. સાથે જ અન્ય યુક્રેની સહેરો પર પણ રશિયાયે મિસાઈલથી હુમલો કર્યો છે. સમગ્ર યુક્રેનમાં રશિયાના મોટા પાયે મિસાઈલ હુમલા બેસમેંટમાં સુરક્ષા પહોંચેલા બાળકો રાષ્ટ્રગાન ગાઈ રહ્યા છે.

કહેવાય છે કે, કીવમાં 8 નાગરિકોના મોત થઈ ગયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, દેશભરમાં શહેરોમાં કેટલાય હુમલામાં લોકોના મોત થવાની જાણ થઈ છે અને કેટલાય લોકો ઘાયલ પણ થયા છે.

આ પણ વાંચોઃ PM Modi In Jamnagar: જામનગરમાં ભવ્ય રોડ-શોનું આયોજન, પીએમ મોદીએ આઠ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો

યુક્રેનના કમાંડર ઈન ચીફ વાલેરી જાલુગ્નીએ કહ્યું કે, યુક્રેન પર સવારથી 75 રોકેટ છોડવામાં આવી હતી. તેમાંથી 41એ અમારી એર ડિફેન્સ સિસ્ટમને ખતમ કરી નાખી છે. જ્યારે યુક્રેનની રાજધાની કીવ પર સોમવારે સવારથી ચાર મિસાઈલો પડવાના સમાચાર આવ્યા છે. આ અગાઉ જાપોરિઝ્ઝિયા અને બંદરગાહ શહેર માયકોલાઈવ પર રશિયાએ મિસાઈલોથી હુમલો કર્યો હતો.

કહેવાય છે કે, આજે સવારે યુક્રેનમાં થયેલા હુમલા બાદ મરનારા લોકોની સંખ્યા વધવાની આશંકા છે. જ્યારે યુક્રેનના પશ્ચિમી વિસ્તાર લ્વીવમાં ઊર્જા સુવિધા સહિત મહત્વના બુનિયાદી ઢાંચાને નિશાન બનાવીને રશિયાએ મિસાઈલ હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં શહેરો પર રશિયાના મિસાઈલ હુમલાની વ્યાપક રીતે વ્લાદિમીર પુતિનની ક્રીમિયાના પુલ પર થયેલા વિસ્ફોટની પ્રતિક્રિયા રીતે દેખાઈ રહ્યું છે. જંગમાં થઈ રહેલા નુકસાનને રોકવામાં અસમર્થ પુતિન હવે સામાન્ય યુક્રેની જનતાને આતંકી કરવા અને મારવાનો રસ્તો પસંદ કર્યો છે. રશિયા સાત મહિના જૂના જંગમાં થઈ રહેલી પોતાની હાર માનવા માટે તૈયાર નથી. ક્રીમિયાને રશિયા સાથે જોડતા પુલ પર થયેલા ઘાતક વિસ્ફોટ માટે મોસ્કોએ યુક્રેનને દોષિત ઠેરવ્યું હતું.

આ પણ વાંચોઃ 2600 teaching assistants will be recruited: ગુજરાતમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી, રાજ્ય શિક્ષણમંત્રીએ કરી જાહેરાત- વાંચો વિગત

Gujarati banner 01