crackers

Ban on firecrackers: ગયા વર્ષની જેમ આ દિવાળીએ પણ અહીં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટએ આપ્યો મોટો ચુકાદો

Ban on firecrackers: સુપ્રીમની એમ આર શાહની ખંડપીઠે સ્પસ્ટ કહ્યું કે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં લાગેલો ફટાકડા પ્રતિબંધ અમે હટાવવાના નથી. 

નવી દિલ્હી, 11 ઓક્ટોબરઃBan on firecrackers: રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ગત દિવાળીથી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ મૂકી દીધો છે જેને હટાવવા માટે ભાજપ નેતા મનોજ તિવારીએ સુપ્રીમમાં અરજી કરી હતી. મનોજ તિવારીને અરજી પર સુનાવણી કરતા સુપ્રીમની એમ આર શાહની ખંડપીઠે સ્પસ્ટ કહ્યું કે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં લાગેલો ફટાકડા પ્રતિબંધ અમે હટાવવાના નથી. 

ફટાકડાં પર લાગેલો પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કરતા જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે મનોજ તિવારીને કહ્યું કે તમને ખબર છે કે પરાળી સળગાવવાને કારણે દિલ્હીમાં કેટલું પ્રદૂષણ ફેલાયું છે અને આવી સ્થિતિમાં ફટાકડાં ફોડવાની જરા પણ પરમિશન ન આપી શકાય. તમારી અરજી પર ફરી ક્યારેક સુનાવણી કરીશું. 

આ પણ વાંચોઃ Russia launched a missile attack on Ukraine: રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સહિત કેટલાય શહેરો પર ભીષણ મિસાઈલો વડે હુમલો- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, ભાજપ સાંસદ મનોજ તિવારીએ દિલ્હી સહિતના વિસ્તારોમાં લાગેલા ફટાકડાં પરના પ્રતિબંધને હટાવવા માટે અરજી કરી હતી. તિવારીએ પોતાની અરજીમાં ફટાકડાં પ્રતિબંધને સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવ્યું હતું. જોકે સુપ્રીમે તેમની આ દલીલ માનવાનો ઈન્કાર કરીને ફટાકડાં પર લાગેલો પ્રતિબંધ યથાવત રાખવાનું જણાવી દીધું હતું. 

સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં પ્રવર્તી રહેલા ભારે પ્રદૂષણનું કારણ આપીને ફટાકડાં પરનો પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કર્યો છે. હાલમાં પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાને કારણે દિલ્હી-એનસીઆરમાં ભારે પ્રદૂષણ વ્યાપી રહ્યું છે અને જો આવી સ્થિતિમાં આ દિવાળીએ ફટાકડાં ફોડવાની પરમિશન અપાય તો પ્રદૂષણ વકરી જાય તેથી સુપ્રીમે આવી સ્થિતિને ટાળવા માટે ફટાકડાં ફોડવાના પ્રતિબંધને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ PM Modi In Jamnagar: જામનગરમાં ભવ્ય રોડ-શોનું આયોજન, પીએમ મોદીએ આઠ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો

Gujarati banner 01