Nikhil suthar banner

What’s special about a startup on a budget: સ્ટાર્ટઅપ્સ માટે બજેટ માં શું છે ખાસ?

What’s special about a startup on a budget: મૂડી રોકાણ મોટા ઉદ્યોગો અને MSME બંનેને રોજગાર વધારવામાં મદદ કરે છે. મહામારીની અસરથી બહાર આવવા આ જરૂરી છે. પ્રાઈવેટ રોકાણકારોની ક્ષમતા વધારાશે. આના માટે કેન્દ્રીય બજેટમાં 5.54 લાખ કરોડ રૂપિયાથી વધારી 7.55 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે. ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખતા સોવરેન ગ્રીન બોન્ડ્સ જાહેર કરાશે. આનાથી પ્રાપ્ત થતી રકમને એવા પ્રોજેક્ટ્સમાં લગાવાશે, જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં સહાયક હશે. સેમી કંડક્ટર નિર્માણ માટે ઈન્ડસ્ટ્રી ડેવલોપ કરાશે, જેનાથી નિકાસને પણ પ્રોત્સાહન મળશે.

૧. ડ્રોન શક્તિ કાર્યક્રમ અંતર્ગત ડ્રોન એઝ અ સર્વિસ ને સ્ટાર્ટઅપ્સ ની મદદથી પ્રોત્સાહિત કરવામાં આવશે.

૨. નાબાર્ડ દ્વારા કૃષિ અને ગ્રામીણ એન્ટરપ્રાઇઝ માટે સ્ટાર્ટઅપને ફાઇનાન્સ કરવા માટે ફંડ / ભંડોળ ની સુવિધા આપવામાં આવશે, જે ખેત ઉત્પાદો ના વેલ્યુ ચેઇન સંબંધિત હશે. સ્ટાર્ટઅપ્સ FPO (ફૂડ પ્રોસેસિંગ એકમો) ને સપોર્ટ આપશે અને ખેડૂતોને ટેક્નોલોજી પ્રદાન કરશે.

૩. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત સ્ટાર્ટઅપ્સ, ઇન્ડસ્ટ્રી અને એકેડેમીયા માટે ડિફેન્સ કેન્દ્રિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેટઅપ શરૂ કરવામાં આવશે.

૪. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ એલિજિબલ (લાયકાત ધરાવતા) સ્ટાર્ટઅપ્સ ને ટેક્સ ઇન્સેંટીવસ – રાહત લેવા માટે સ્ટાર્ટઅપ ઇનકોર્પોરેશન ની અવધિ ને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લંબાવવા માં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ આર્થિક સર્વે 2021-22 મુજબ, ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વૃદ્ધિ ના વળાંક પર સવારી કરી રહી છે, જેમાં 14 જાન્યુઆરી, 2022 ના રોજ 83 સ્ટાર્ટઅપ યુનિકોર્નનું કુલ મૂલ્ય $277.7 બિલિયન હતું.

આ પણ વાંચોઃ kundal dham guinness world record: સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓ બનાવીને આ મંદિરે ગિનિસ બૂકમાં નોંધાવ્યું નામ- વાંચો વિગત

Gujarati banner 01