kundal dham guinness world record

kundal dham guinness world record: સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓ બનાવીને આ મંદિરે ગિનિસ બૂકમાં નોંધાવ્યું નામ- વાંચો વિગત

kundal dham guinness world record: સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓની મુખ્ય વિશેષતા કે દરેક મૂર્તિમાં વસ્ત્રો અને હાર અલગ અલગ પ્રકારના હતા

બોટાદ, 01 ફેબ્રુઆરીઃ kundal dham guinness world record: બરવાળા તાલુકામાં આવેલ કુંડલ ધામ મંદિરને ગિનિસ બૂક (guinness book) માં સ્થાન મળ્યુ છે. 18 ડિસેમ્બર 2021 ના રોજ “કુંડલધામમાં સ્વામીનારાયણનું અક્ષરધામ” ના નામ સાથે કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિનારાયણ ભગવાનના અનેક રૂપ સાથેની 7070 મૂર્તિઓનું એક જગ્યા પર આયોજન કરાયું હતું. સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓની મુખ્ય વિશેષતા કે દરેક મૂર્તિમાં વસ્ત્રો અને હાર અલગ અલગ પ્રકારના હતા.

7070 મૂર્તિઓમાં સ્વામીનારાયણ (swaminarayan) ભગવાનના બાલ્ય અવસ્થાથી લઈ તમામ રૂપના દર્શન જોવા મળતા હતા. એક સાથે આટલી બધી મૂર્તિઓના કલેક્શનને લઈ કુંડલ ધામને ગિનિશ બુકમાં સ્થાન મળ્યુ છે. 

Swaminarayan sect's army of idols 'captures' a Guinness World Record

ભારતના સુપ્રસિદ્ધ બાંસુરી વાદક પંડિત રોનુ મજુમદાર, ઉત્તર મુંબઇના સાંસદ ગોપાલ શેટ્ટીના હસ્તે જ્ઞાનજીવનદાસજી સ્વામી વતિ તેમના સંતોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું. કુંડળધામના જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શનથી આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ વિશે તેઓએ જણાવ્યું કે, ભગવાનની લાખો મૂર્તિઓ વિશ્વભરના ઘરોમાં બિરાજમાન છે. ભગવાનની આ સુંદર મૂર્તિઓને જોઈને લોકો એ મૂર્તિઓને હ્રદયમાં વસાવે જેથી દરેક વ્યક્તિનું મન મંદિર બની જાય. કાર્યક્રમ માટે ગિનિસ બૂકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેનુ અવલોકન ગિનિસ બૂકની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમનું આયોજન  ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના પ્રચાર માટે કરાયુ હતું. 

આ પણ વાંચોઃ Budget 2022-23: નાણામંત્રીના 90 મિનિટ બજેટ ભાષણની મહત્વની વાતો- વાંચો કઇ વસ્તુ થશે સસ્તી અને કઇ વસ્તુ થશે મોંઘી?

Gujarati banner 01