Shri Annapurna Dham Adalaj pm modi

PM will address the meeting with all CM: દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે આજે PM મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે યોજશે બેઠક- વાંચો વિગત

PM will address the meeting with all CM: મોદી સરકાર સતત કોરોના સંક્રમણ પર નજર રાખી રહી છે અને કેન્દ્ર સરકાર આ અંગે એલર્ટ

નવી દિલ્હી, 27 એપ્રિલઃ PM will address the meeting with all CM: દેશના અમુક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોદી સરકાર સતત કોરોના સંક્રમણ પર નજર રાખી રહી છે અને કેન્દ્ર સરકાર આ અંગે એલર્ટ પર છે. તેના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વની બેઠક યોજવા જઈ રહ્યા છે. બપોરના સમયે મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી આ બેઠક વર્ચ્યુઅલ હશે.

PMOના અહેવાલ પ્રમાણે બપોરે આશરે 12:00 કલાકે આ બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા પણ સામેલ થશે. જાણવા મળ્યા મુજબ સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ કોરોનાની વર્તમાન સ્થિતિ, વેક્સિનેશનના વિસ્તાર, બુસ્ટર ડોઝ અને અમુક રાજ્યોમાં કોરોનાના કેસ અંગે પ્રેઝન્ટેશન આપશે. 

આ પણ વાંચોઃ Killing uncle in nephew’s love: ભત્રીજાના પ્રેમ સંબંધમાં કાકાની કરપીણ હત્યા, ભત્રીજો ઇજાગ્રસ્ત- વાંચો શું છે મામલો?

વડાપ્રધાન મોદીએ ટ્વિટરના માધ્યમથી આ બેઠક અંગેની જાણકારી આપી છે. વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે, તેઓ બુધવારે બપોરે 12:00 કલાકે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, જમીની સ્થિતિ સમજવા માટે વડાપ્રધાન મોદીએ અગાઉ પણ અનેક વખત મુખ્યમંત્રીઓ અને જિલ્લાધિકારીઓ સાથે બેઠકો યોજેલી છે. 

ઉલ્લેખનીય છે કે, મંગળવારે દેશમાં કોરોનાના નવા 2,483 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 15,636 થઈ ગઈ છે. તે સિવાય પોઝિટિવિટી રેટ 0.55 ટકા થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ Rathyatra accident : રથયાત્રા દરમિયાન રથ લાઇવ વાયરના સંપર્કમાં આવી જતાં 2 બાળક સહિત 11નાં ઘટના સ્થળે જ મોત, 15 લોકો ઘાયલ

Gujarati banner 01