Mask girl

Corona fourth wave alert: ફોર્સે કોરોનાની ચોથી લહેરને લઈને આપી આ ચેતવણી, હવે ફરી આ રાજ્યમાં થશે માસ્ક ફરજીયાત!- વાંચો વિગત

Corona fourth wave alert: દિલ્હી, કર્ણાટક અને અન્ય રાજ્યોમાં વધી રહેલા કોરોના પ્રકોપને ધ્યાનમાં રાખીને સોમવારે મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્યોની વિશેષ બેઠક યોજાઈ હતી

મુંબઇ, 27 એપ્રિલઃ Corona fourth wave alert: થોડા દિવસો પહેલા ગુડી પડવાના દિવસે જ મહારાષ્ટ્ર સરકારે કોરોનાના કેસ ઘટવાના કારણે માસ્ક મરજીયાત કર્યુ હતું. જૂન મહિનામાં કોરોનાની ચોથી લહેરનું સંકટ હોવાની ચેતવણી ટાસ્ક ફોર્સે(Task force) મહારાષ્ટ્ર સરકારને આપી છે. તેથી આગામી દિવસમાં રાજ્યમાં માસ્ક પહેરવું ફરી ફરજિયાત કરવામાં આવે એવી શક્યતા છે.

રાજ્ય કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી જતા  કોરોના પ્રતિબંધક નિયમો હળવા કરવામાં આવ્યા હતા. એ સાથે જ કોરોનાને ફેલાતો રોકવામાં મહત્વપૂર્ણ ગણાતા માસ્કને પહેરવો પણ સ્વૈચ્છિક કરી નાખવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ મુંબઈગરાએ માસ્ક હટાવીને મુક્ત શ્વાસ લીધો હતો. 

જો કે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોના દર્દીઓની સંખ્યા ફરીથી વધી રહી છે. તેથી  રાજ્યની ટાસ્ક ફોર્સે મહારાષ્ટ્રમાં ફરી થી માસ્ક ફરજિયાત કરવા માટે મુખ્યમંત્રીને દરખાસ્ત રજૂ કરી છે.  સૂત્રોના કહેવા મુજબ  જૂન ની શરૂઆતમાં  કોરોનાનું હળવું મોજું આવે એવી શક્યતા છે. 

આ પણ વાંચોઃ PM will address the meeting with all CM: દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે આજે PM મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે યોજશે બેઠક- વાંચો વિગત

દિલ્હી, કર્ણાટક અને અન્ય રાજ્યોમાં વધી રહેલા કોરોના પ્રકોપને ધ્યાનમાં રાખીને સોમવારે મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્યોની વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચર્ચા બાદ, ટાસ્ક ફોર્સના સભ્યોએ મંગળવારે રાજ્યમાં જરૂરી પગલાં અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનેપ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમા રાજ્યમાં માસ્કનો ઉપયોગ વધારવાની, રસીકરણ ની ઝડપ વધારવા, દર્દીઓને શોધવા અને જીનોમ સિક્વન્સિંગપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 

ટાસ્ક ફોર્સ ના સભ્યો ના કહેવા મુજબ  કોરોના દર્દીઓની સંખ્યા વધવાના જોખમ ને ધ્યાનમાં રાખીને સાર્વજનિક જગ્યામાં માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવવો જોઈએ. કોરોનાના ચેપના જોખમને ધ્યાનમાં રાખીને ખાસ કરીને સિનેમાઘરો, થિયેટર, મોલ જેવા સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ. એ સાથે જ  એરલાઇન્સમાં અને ખાનગી તેમ જ  સરકારી હોસ્પિટલોને તાકીદની બાબત તરીકે માસ્કનો ઉપયોગ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. ટાસ્ક ફોર્સે રાજ્યમાં હાલમાં કોરોનાના ટેસ્ટ કરવાનું ઘટી ગયું છે, તેને પણ વધારવાની સલાહ આપી છે. 

આ પણ વાંચોઃ Rathyatra accident : રથયાત્રા દરમિયાન રથ લાઇવ વાયરના સંપર્કમાં આવી જતાં 2 બાળક સહિત 11નાં ઘટના સ્થળે જ મોત, 15 લોકો ઘાયલ

Gujarati banner 01