WHO

Corona new variant XE:કોરોનાનો નવો વેરિઅન્ટ એક્સઇ ઓમિક્રોનથી 10 ટકા વધારે ચેપી, WHOએ આપી મહત્વની વિગત

Corona new variant XE: વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર ત્રણ નવા હાઇબ્રિડ કે રિકોમ્બિનેશન સ્ટ્રેઇન મળ્યા છે. જેમાં પ્રથમ એક્સડી, બીજો એક્સએફ અને ત્રીજો વેરિઅન્ટ એકસઇ છે

વોશિંગ્ટન, 03 એપ્રિલ: Corona new variant XE: દુનિયામાં કોરોના મહામારીની ઝડપ ઘટી રહી છે તે દરમ્યાન એક નવા વેરિઅન્ટને કારણે હાહાકાર મચી ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર આ નવો વેરિઅન્ટ એક્સઇ છે. જે બીએ.2 વેરિઅન્ટની સરખામણીમાં દસ ગણો વધારે ચેપી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર ત્રણ નવા હાઇબ્રિડ કે રિકોમ્બિનેશન સ્ટ્રેઇન મળ્યા છે. જેમાં પ્રથમ એક્સડી, બીજો એક્સએફ અને ત્રીજો વેરિઅન્ટ એકસઇ છે. પ્રથમ અને બીજો વેરિઅન્ટ ડેલ્ટા અને ઓમિક્રોનના કોમ્બિેનેશનથી બનેલા છે. જ્યારે ત્રીજો ઓમિક્રોન સબ વેરિઅન્ટનો હાઇબ્રીડ સ્ટ્રેઇન છે. 

બ્રિટિશ હેલ્થ સિક્યોરિટી એજન્સીના એક અભ્યાસમાં જણાયું છે કે હાલ ત્રણ વેરિઅન્ટ છે. જેમાં ડેલ્ટા અને બીએ.1ના કોમ્બિનેશનથી પેદા થયેલાં બે અલગ વેરિઅન્ટ એક્સડી અને એક્સઇ છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના એકસઇ વેરિઅન્ટ બાબતે ચેતવણી આપી છે. આ વેરિઅન્ટ વિશે પહેલીવાર યુકેમાં 19 જાન્યુઆરીએ જાણવા મળ્યું હતું. અત્યાર સુધીમાં આ વેરિઅન્ટની 600 સિકવન્સીઝ મળી છે. પ્રારંભિક અભ્યાસ અનુસાર એક્સઇ વેરિઅન્ટ બીએ.2ની સરખામણીમાં દસ ટકા વધારે ચેપી છે. 

આ પણ વાંચોઃ Sri lanka economic crisis: આજે દેશવ્યાપી આંદોલન જાહેર, સરકારે ૧૨થી ૧૫ કલાકનો વીજકાપ લાગુ, ૨.૨૫ કરોડ ઘરોમાં અંધારપટ્ટ

વિખ્યાત વાઇરોલોજિસ્ટ  ટોમ પિકોકે જણાવ્યું હતું કે રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ જેવા જ ખતરનાક હોઇ શકે છે. આ ત્રણે વેરિઅન્ટમાં સૌથી વધારે જોખમી વેરિઅન્ટ  એક્સડી લાગે છે. આ વેરિઅન્ટના દર્દીઓ જર્મની, નેધરલેન્ડ અને ડેનમાર્કમાં મળી આવ્યા છે. 

દરમ્યાન યુકેમાં 26 માર્ચે પુરાં થયેલા અઠવાડિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 49 લાખ થઇ છે જે અગાઉના અઠવાડિયે 43 લાખ હતી. બીએ.2 વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી હોસ્પિટાલાઇઝેશન અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. 

બીજી તરફ દક્ષિણ આફ્રિકામાં કોરોના મરણાંક એક લાખનો આંક પારી કરી ગયો છે. વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે આવતા મહિને શિયાળાની મોસમ શરૂ થવા સાથે કોરોનાનું પાંચમું મોજું આવવાની સંભાવના છે. દરમ્યાન ચીનમાં શાંઘાઇમાં કોરોના ચેપ બેફામ પ્રસરવાને કારણે હાલત કથળી રહી છે.

ચીનની સરકારે કોરોના મહામારીને કાબૂમા લેવા માટે અત્યંત આકરાં પગલાં ભરવાની શરૂઆત કરી છે. અખબારી અહેવાલો અનુસાર કોરોનાનો ચેપ ધરાવતાં બાળકોને હવે માબાપથી અલગ કરીને તેમને અલગ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Mask Free: મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યના લોકોને પણ માસ્ક પહેરવાથી મળી મુક્તિ- વાંચો વિગત

ચીની નાગરિકોમાં સરકારના આ પગલાંને કારણે વધારે રોષ એટલા માટે ફેલાયો છે કે આ બાળકોને ક્વોરન્ટાઇન કયાં કરવામાં આવ્યા છે તે પણ માતાપિતાઓને જણાવવામાં આવતું નથી. 

સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલ અનુસાર શાંઘાઇમાં એસ્થર ઝાઓ નામની એક મહિલા 26 માર્ચે તેની અઢી વર્ષની પુત્રીને તાવ આવતાં હોસ્પિટલમાં બતાવવા માટે લઇ ગઇ હતી. તપાસ કરતાં મા-પુત્રી બંંને કોરોનાના દર્દી જણાયા હતા. હોસ્પિટલ દ્વારા મા અને પુત્રીને અલગ અલગ ક્વોરન્ટાઇન કેન્દ્રોમાં મોકલી દેવામાં આવ્યા હતા. .  

શાંઘાઇ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6311 કેસ નોંધાયા છે જેમાં 6051 કેસમાં કોરોનાના કોઇ લક્ષણ જણાયા નથી જ્યારે માત્ર 260 કેસમાં કોરોનાના લક્ષણ વરતાયા હતા. ચીનની સરકાર કોરોનાના વધતાં જતાં કેસોને મામલે ખૂબ ગંભીર છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.