KL Rahul

KL Rahul in Asia Cup 2023: એશિયા કપની પ્રથમ બે મેચ નહીં રમે આ ભારતીય ખેલાડી, કોચ રાહુલ દ્રવિડે કર્યો ખુલાસો…

KL Rahul in Asia Cup 2023: સ્ટાર ખેલાડી કે.એલ.રાહુલ પ્રથમ બે મેચમાં ભાગ લઈ શક્શે નહીં

ખેલ ડેસ્ક, 29 ઓગસ્ટઃ KL Rahul in Asia Cup 2023: એશિયા કપ 2023ને શરુ થવાના 24 કલાક જેટલો સમય બાકી છે. ત્યારે જ ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી કે.એલ.રાહુલ પ્રથમ બે મેચમાં ભાગ લઈ શક્શે નહીં. એશિયા કપની શરુઆત પહેલા કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી છે.

મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મીડિયાને જણાવ્યું કે, કે.એલ.રાહુલની ફિટનેસ પર કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે એશિયા કપની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. ખબર હોય કે, ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે છે. જયારે બીજી મેચ 4 સપ્ટેમ્બરે નેપાળ સામે છે.

જણાવી દઈએ કે, એશિયા કપ 2023 માટે જે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં રાહુલ અને શ્રેયસ અય્યર લાંબી ઈજાઓ બાદ પરત ફર્યા હતા. આ બંને ખેલાડીઓની વાપસી બાદ ટીમ ઈન્ડિયાના ચાહકોને થોડીક અંશે રાહત થઈ હતી. પરંતુ હવે આ સમાચારે ફરી એકવાર ચાહકોની ચિંતા વધારી દીધી છે.

ખાસ વાત એ છે કે 5 સપ્ટેમ્બર સુધીમાં વર્લ્ડ કપની ટીમ પણ જાહેર થવાની છે. તે પહેલા આ બે મેચ માત્ર ટીમના ખેલાડીઓની કસોટી માટે હતી. પરંતુ હવે રાહુલની ઈજા બાદ તેની વર્લ્ડ કપ પસંદગી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે જ કોચે શ્રેયસ અય્યરને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કર્યો છે.

આ પણ વાંચો… Russia-Ukraine War New Update: રશિયા-યુક્રેન યુદ્ધનો સૌથી વિનાશક તબક્કો! 7 દિવસમાં આટલા લોકોના થયા મોત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો