World Cup 2023

World Cup Opening Match: અમદાવાદમાં આજથી ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપનો શુભારંભ, જાણો ટૂર્નામેન્ટ સંબંધિત માહિતીઓ…

World Cup Opening Match: ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ગઈ વખતની વિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનરઅપ ન્યૂઝીલેન્ડની ટક્કર

ખેલ ડેસ્ક, 05 ઓક્ટોબરઃ World Cup Opening Match: અમદાવાદમાં આજથી ‘ક્રિકેટના મહાકુંભ’ વર્લ્ડકપ 2023ની શરુઆત થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ગઈ વખતની વિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનરઅપ ન્યૂઝીલેન્ડની ટક્કર જોવા મળશે. રાઉડ રોબિન સ્ટેજમાં 45 મેચ રમાશે જ્યારે ત્રણ મેચ નોકઆઉટ સ્ટેજમાં થશે. એટલે કે કુલ 48 મેચ રમાશે. 19 નવેમ્બરે ટૂર્નામેન્ટની ફાઇનલ રમાશે.

આ ટીમો લેશે ભાગ…

વનડે વિશ્વ કપમાં આ વખતે 10 ટીમો ભાગ લેશે. જેમાં યજમાન ભારત ઉપરાંત ડિફેંડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ, રનરઅપ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રીકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ સામેલ છે.

ક્યાં-ક્યાં રમાશે મેચ

ભારતના 10 શહેરોમાં ટૂર્નામેન્ટની 48 મેચ રમાશે. હૈદરાબાદમાં ત્રણ મેચ, બાકીના શહેરો એટલે કે અમદાવાદ, ધર્મશાળા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગ્લોર, મુંબઈ અને કલકત્તામાં પાંચ-પાંચ રમાશે. ખબર હોય કે, હૈદરાબાદ, તિરૂઅનંતપુરમ અને ગુવાહાટીને વોર્મ અપ મેચનું વેન્યુ પસંદ કરવામાં આવ્યું હતું.

ભારતનું શેડ્યુલ..

ભારતીય ટીમ વિશ્વ કપમાં પોતાની પહેલી મેચ આઠ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. પહેલી મેચ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહામુકાબલો રમાશે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રીકા અને છેલ્લી ગ્રુપ મેચ નેધરલેન્ડ સામે રમશે.

સેમીફાઇનલ માટે ટીમ કેવી રીતે ક્વોલિફાઈ કરશે

રોઉન્ડ રોબિન ફોર્મેટમાં એક મેચ જીતવા પર ટીમોને બે પોઈન્ટ મળશે. પોઈન્ટ ટેબલની પહેલી ચાર ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાઇ કરશે. સેમીફાઈનલ જીતનાર ટીમોની વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઇનલ થશે.

વરસાદ પડ્યો તો….

રાઉન્ડ રોબિન સ્ટેજમાં વરસાદ કે કોઈ બીજા કારણે મેચ રદ્દ થાય તો બન્ને ટીમોને એક-એક પોઇન્ટ મળશે. ત્યાં જ સેમીફાઇનલ કે ફાઇનલ રદ્દ થવા પર રિઝર્વ ડેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો… Side Effects Of Ghee: આ લોકોને ટાળવું જોઈએ ઘી નું સેવન, નહીંતર….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો