Taliban captures kabul

About Taliban: કોણ છે તાલિબાન ? વાંચો શું છે તેનો ઇતિહાસ?

About Taliban: બે દાયકા બાદ અફઘાનિસ્તાનમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું અને એક પછી એક શહેર ફતેહ કરી આખરે તાલિબાને રાજધાની કાબુલ પણ સર કરી

નવી દિલ્હી, 17 ઓગષ્ટઃ About Taliban: હાલ જ્યા જોઇએ ત્યાં તાલિબાન અને અફઘાનિસ્તાનની જ વાત જોવા અને સાંભળવા મળે છે. છેલ્લા બે દાયકા બાદ અફઘાનિસ્તાનમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું અને એક પછી એક શહેર ફતેહ કરી આખરે તાલિબાને રાજધાની કાબુલ પણ સર કરી લીધી. અફઘાનિસ્તાનમાં 20 વર્ષના સંઘર્ષ બાદ અમેરિકા હવે પોતાની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી એ સાથે જ તાલિબાન ફરી સત્તા માટે આક્રમક બન્યું હતું.

બે દાયકામાં પેઢી બદલાઈ ગઈ છે અને આજે જે યુવાન છે એમણે તાલિબાનનું ક્રૂર શાસન વાસ્તવમાં નહીં પરંતુ કાગળ પર જોયું છે. એક સમય અફઘાનિસ્તાનમાં એવો પણ આવ્યો કે તાલિબાન ક્યાંય ચર્ચામાં ન હતું અને હવે ફરીથી તાલિબાન યુગ શરૂ થઈ રહ્યો છે. આટલું મોટું પરિવર્તન આટલી ઝડપથી આવશે એવી કદાચ જ કોઈએ કલ્પના કરી હશે.

આ પણ વાંચોઃ Mosquito-borne disease case: શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ‌વધતા, ચિકનગુનિયા, મેલિરિયા, ડેન્ગયુ કેસમાં વધારો…વાંચો વિગત

અફઘાનિસ્તામાં તાલિબાન ફરીથી સત્તાના શિખર પર કેવી રીતે પહોંચ્યું?

તાલિબાને અમેરિકા સાથે વર્ષ 2018થી વાતચીત શરૂ કરી દીધી હતી. ફેબ્રુઆરી, 2020માં દોહામાં બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ, જ્યાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને ખસેડવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને તાલિબાને અમેરિકન સૈનિકો પરના હુમલાને બંધ કરવાની મંજૂરી આપી. સમજૂતીમાં તાલિબાનીઓએ પોતાના નિયંત્રણવાળા વિસ્તારોમાં અલ-કાયદા અને અન્ય ચરમપંથી સંગઠનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાની વાત કરી અને રાષ્ટ્રીય સ્તરે શાંતિ વાતચીતની શરૂઆતમાં સામેલ થવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

પરંતુ સમજૂતીના આગલા વર્ષે જ તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં સામાન્ય નાગરિકો અને સુરક્ષાદળોને નિશાન બનાવવું ચાલુ રાખ્યું હતું. હવે જ્યારે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે તાલિબાની સમૂહો ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યા છે. એ વ્યક્તિ જેના કહેવા પર અમેરિકાએ ઇરાકમાં યુદ્ધ છેડી દીધું હતું.

Whatsapp Join Banner Guj