UNGA Meeting 2022: યુક્રેન અંગે થનારી UNGA મિટીંગ પહેલા ન્યૂયોર્ક પહોંચ્યા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, પાક વડાપ્રધાને કરી ભારતની પ્રશંસા

UNGA Meeting 2022: ઈમરાન ખાન દ્વારા ભારતીય વિદેશ નીતિની પ્રશંશા અંગે શ્રૃંગલાએ કહ્યું- અમારો રેકોર્ડ પોતે આ હકીકતની ખરાઇ કરે છે

નવી દિલ્હી, 23 માર્ચ : UNGA Meeting 2022: યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઉત્પન્ન માનવીય સંકટ અંગે મુસદ્દાના પ્રસ્તાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સુરક્ષા પરિષદમાં મતદાન થવાની સંભાવના વચ્ચે મંગળવારે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા ન્યૂયોર્ક પહોંચ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રૃંગલા બુધવારે સંયુક્ત રાષ્ટ્ર અને અરબ દેશો વચ્ચેની લીગ વચ્ચે સહયોગ અંગેની સુરક્ષા પરિષદની બેઠકમાં શામેલ થશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરૂમૂર્તિએ ટ્વિટ કર્યું, “વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાનું ન્યૂયોર્કમાં સ્વાગત કરીને પ્રસન્નતા થઇ. વિદેશ સચિવ સંયુક્ત રાષ્ટ્ર અને અરબ દેશની લીગ વચ્ચે સહયોગ અંગેની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં સામેલ થશે. ”

ભારત અત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે અને શ્રૃંગલાએ ગત વર્ષે અફઘાનિસ્તા અંગેના અન્ય સત્રમાં ભાગ લીધો હતો. જોકે, તેઓ યુએનજીએ દ્વારા યુક્રેનની સ્થિતિ અંગે પ્રતિદ્વંદી મુસદ્દાના પ્રસ્તાવોને લઇને અમુક કલાકો પહેલા જ અમેરિકા પહોંચ્યા.

અત્યાર સુધી નવી દિલ્હીએ યુક્રેન પર થયેલા રશિયાના આક્રમણ અંગે સાર્વજનિક ટીકા કરી નથી પરંતુ યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ પર તેનું વલણ બદલવા માટે વોશિન્ગટન અને અન્ય પશ્વિમી શક્તિઓના વધી રહેલા દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન મામલે ભારતે વારંવાર દુશ્મનાવટને તાત્કાલિક સમાપ્ત કરીને વાતચીતના રસ્તા પર પરત ફરવા આહ્વાન કર્યું છે. તેમાં દરેક રાજ્યોની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાનું સન્માન કરવા પર પણ ભાર આપવામા આવ્યો છે.

આ પણ વાંચોઃ Ajay Devgn Praised Film The Kashmir files: આમિર ખાન બાદ અજય દેવગને ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના વખાણ કર્યાં, કહ્યું- કેટલીક વાર્તાઓ પ્રેરણાદાયક હોય છે

યુક્રેન સંકટ અંગે ભારત તેની સ્થિતિ બદલે તેવું દબાણ છે ત્યારે આ સમયે ન્યૂયોર્કમાં શ્રૃંગલાની ઉપસ્થિતિ મહત્વપૂર્ણ છે. કારણ કે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું, “સંભવિત અપવાદ ભારત સાથે યુક્રેન વિરુદ્ધ રશિયાના આ આક્રમણ સામે નાટો અને ક્વાડનો સંયુક્ત મોરચો ઉભો છે. ”

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદેશ મંત્રાલય જે રીતે પગલાં ભરી રહ્યું છે, તેની પ્રશંસા આખી દુનિયા કરી રહી છે. થોડાંક દિવસો પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ખૈબર-પખ્તૂનખાં પ્રાંતમાં આયોજિત એક સાર્વજનિક રેલીમાં એક સ્વતંત્ર વિદેશ નીતિનું અનુસરણ કરવા માટે ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, યુક્રેન પર હુમલો કરવા બદલ મોસ્કો પર અમેરિકાએ પ્રતિબંધો લગાવેલા હોવા છતાં નવી દિલ્હીએ રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કર્યું.

તેના જવાબમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મીડિયા બ્રિફિંગમાં કહ્યું હતું કે ભારતનો પોતાનો રેકોર્ડ જ આ વાતની પુષ્ટિ કરે છે. તેમણે કહ્યું હતું કે એમ કહેવું ખોટું હશે કે ફક્ત એક નેતાએ નવી દિલ્હીની પ્રશંસા કરી છે. શ્રૃંગલાએ કહ્યું, ‘એક વ્યક્તિ એમ કહેવું યોગ્ય નથી. મને લાગે છે કે અમારી અનેક વિદેશ નીતિની પહેલો માટે અમને વડાપ્રધાન સ્તર પર વિવિધ વર્ગોની પ્રશંસા મળી છે. મને લાગે છે કે અમારો રેકોર્ડ પોતે જ આ બાબતની પુષ્ટિ કરે છે.’

Gujarati banner 01