Banner Puja Patel

The habit: આપણને જે આપણી આદત સારી લાગતી હોય હકીકતમાં તે ખરાબ પણ ન હોઇ શકે…

“આદત”(The habit)

આદત! (The habit) આદત સારી હોય કે ખરાબ; કોઈ વસ્તુ કે વ્યક્તિની આદત જ હોવી ખરાબ છે. આદત સારી હોય કે ખરાબ; આપણને જે આપણી આદત સારી લાગતી હોય (હકીકતમાં તે ખરાબ આદત હોય જેનો આપણને આભાસ પણ ન હોય) તે આપણી જ આસપાસના લોકોને નથી ગમતું હોતું! માટે તે લોકો આપણને ચેતવણી આપે તો પણ આપણને એમ લાગે કે આ વ્યક્તિ મારું ખરાબ ઈચ્છે છે.
જ્યારે આપણને કોઈ વસ્તુની આદત પડી જાય છે પછી એની વગર આપણે રહી નથી શકતા! જાણે એ આદત ધીમે ધીમે આપણાં રોજિંદા જીવનમાં ઘર કરી ગઈ હોય અને તે વ્યસન બની ગઈ હોય! પછી વ્યસમુક્તિનાં ઉપચાર અપનાવીને તે આદત છોડવી પડે છે. આદત હોવું ભલે એક ખરાબ આદત કહેવાતું હશે પણ આપણને તે વિભાજન કરતાં આવડતું હોવું જોઈએ કે આ આદત હોવી એ સારી બાબત છે માટે આપણામાં આ આદત હોવી જ જોઈએ; અને આ આદત ખરાબ આદત છે તેને જીવનમાંથી કાઢી નાખવી જોઈએ!
આદત એક એવી વસ્તુ છે કે જેને અમુક સમયે બદલી નાખવી પડે અથવા તો તે આપોઆપ છૂટી જતી હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ પોતાનાં ઘરે મોડું જાગતું હોય તે વ્યક્તિ બીજાનાં ઘરે રોકવા જશે ત્યારે વહેલું જાગશે! આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે દીકરી! પપ્પાના ઘરે કશું જ ન કરનાર દીકરી જ્યારે સાસરે જશે ત્યારે આખું ઘર સંભાળતી થઈ જશે! કોઈ જ રવિવારે વહેલી ન જાગનારી એનાં સાસરે જશે ત્યારે સૌના સૂઈ ગયા બાદ સુશે અને સૌથી પહેલાં જાગશે! પપ્પાની ઘરે માંડ પોતાની જવાબદારી ઉપડતાં શીખી હશે તે સાસરે બધાં જ લોકોનું ધ્યાન રાખવાની જવાબદારી ઉપડતાં શીખી જતી હોય છે! તેની ઘણી બધી આદતો વિસરાઈ જતી હોય છે અને સામે નવી આદતો અપનાવી ચૂકી હોય છે.
આદત જ એક એવી વસ્તુ કે છે જે આપણને વ્યવસ્થિત અને શિસ્ત પાલન કરનાર બનાવે છે. જો કોઈ વ્યક્તિ ને તૈયાર થવાની આદત હોય તો તે બધી જ જગ્યાએ વ્યવસ્થિત તૈયાર થઈને જ જશે! કોઈને ભગવાનનું સ્મરણ કરવાની અને રોજ પૂજાપાઠ કરવાની આદત હોય તો તે વ્યક્તિ પૂજાપાઠ કર્યા વગર ઘરની બહાર પગ નઈ મૂકે! અમુક વ્યક્તિની વહેલાં જાગવાની આદત હોય છે તો તે ભાગ્યે જ કોઈ દિવસે મોડો જાગશે! બાકી હમેશાં તે વહેલો જ જાગશે! આવી બધી ઘણી બાબતો છે જ્યાં આદત પડી ગઈ હોય તો એ એક સારી વસ્તુ છે.
મારા મંતવ્ય મુજબ; કોઈ આદત સારી હોય; સારી આદત એટલે કે જેનાથી આપણા આસપાસના લોકો ખુશ હોય, આપણો પરિવાર ખુશ હોય, જેનાથી નાણાંકીય કે સ્વસ્થ્ય (શારીરિક અને માનસિક) નુકસાન ન થતું હોય તેવી કોઈ જ આદત ખરાબ નથી! અને એવી આદતનું વ્યસન ન લાગે તેનું ધ્યાન આપણે રાખવું પડશે! ઉપરાંત આવી આદતો માટે જો કોઈ સવાલ ઉઠાવે; અથવા આદત છોડી દેવા પર દબાણ કરે; તો એ સારી આદત માટે આપણે આપણી જ આદતના પડખે ઊભા રહેવું જોઈએ અને તેની માટે જો દુનિયા સામે લડવું પડે તો લડી પણ લેવું જોઈએ! ✍🏻 પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

Artificial status: શું દેખાવો કરવા માટે ખર્ચો કરવો જરુરી છે?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *