Job 1

Govt.employees: આજથી બંધ થઈ જશે સરકારી કર્મચારીઓને મળનારી આ મોટી સુવિધા, વાંચો નવી ગાઈડલાઈન

Govt.employees: સરકારી ગાઈડલાઈન અનુસાર બાયોમેટ્રિક મશીનની પાસે સેનિટાઈઝર રાખવુ અનિવાર્ય હશે

નવી દિલ્હી, 08 ઓક્ટોબરઃ Govt.employees: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોવિડ મહામારી દરમિયાન સરકારી કર્મચારીઓને આપવામાં આવી રહેલી તમામ સગવડને હવે પૂર્ણ કરવામાં આવી રહી છે. આ તમામ સરકારી કર્મચારી (Govt.employees)ઓને ઓફિસમાં પૂર્ણ સમયની હાજરી નોંધાવવી પડશે. હાજરી નોંધાવવા માટે બાયોમેટ્રિક્સ સિસ્ટમ આજથી એટલે કે સોમવારથી ફરીથી લાગુ કરવામાં આવી રહી છે.

સરકારે જારી કર્યા આદેશ

બાયોમેટ્રિક્સ સિસ્ટમને લઈને તમામ કેન્દ્રીય કાર્યાલયમાં નોટિફિકેશન પણ જારી કરી દેવાયુ છે. ભારત સરકારમાં ડેપ્યુટી સેક્રેટરી ઉમેશ કુમાર ભાટિયા અનુસાર કોરોના મહામારીને જોતા ઓફિસમાં ઓછી સંખ્યામાં કર્મચારીઓને બોલાવવા અને કામના કલાક ઓછા કરી દેવા જેવી સુવિધાઓ પહેલા જ ખતમ કરી દેવાઈ હતી. હવે 8 નવેમ્બરથી દરેક કર્મચારી(Govt.employees)ને બાયોમેટ્રિક હાજરી નોંધાવવી પડશે.

આ પણ વાંચોઃ Pakistani marines fire: ગુજરાતમાં પાકિસ્તાની મરીનનું દુસાહસ, ભારતીય નૌકા પર ફાયરિંગ કરતા એક માછીમારનું મોત- વાંચો વધુ વિગત

જાણો શુ છે સરકારી આદેશમાં?

  • કેન્દ્ર સરકાર તરફથી આ માટે પૂરી ગાઈડલાઈન ચાલુ કરવામાં આવી છે.
  • સરકારી ગાઈડલાઈન અનુસાર બાયોમેટ્રિક મશીનની પાસે સેનિટાઈઝર રાખવુ અનિવાર્ય હશે.
  • તમામ કર્મચારી હાજરી નોંધાવ્યા પહેલા અને બાદમાં હાથને સેનિટાઈઝ કરવા પડશે.
  • કર્મચારીઓને બાયોમેટ્રિક હાજરી નોંધાવતા સમયે અંદરોઅંદર છ ફૂટનુ અંતર રાખવુ પડશે.
  • તમામ કર્મચારીઓને દરેક સમયે માસ્ક પહેરવુ અને ચહેરાને કવર રાખવુ જરૂરી હશે.
  • બાયોમેટ્રિક મશીનના ટચપેડને વારંવાર સાફ કરવા માટે નામાંકિત કર્મચારીઓને તૈનાત કરવા જોઈએ.
  • આ કર્મચારી હાજરી નોંધાવવા માટે આવનાર કર્મચારીઓને કોવિડ ગાઈડલાઈન જણાવ્યા કરશે.
  • બાયોમેટ્રિક મશીનને ખુલ્લા વાતાવરણમાં રાખવુ જોઈએ.
  • આ મશીન અંદર છે તો પર્યાપ્ત પાકૃતિક વેન્ટિલેશનની વ્યવસ્થા થવી જોઈએ.

કેન્દ્રીય કર્મચારીઓ માટે કેટલીક ખુશખબરી

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 3% વધારવાની સાથે જુલાઈનુ બોનસ પણ આપવામાં આવ્યુ છે. જુલાઈથી ડિસેમ્બર સુધી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે હવે કેન્દ્રીય કર્મચારીઓના મૂળ વેતનમાં ડીએ વધારીને 31 ટકા થઈ ગયુ છે. વધતુ ભથ્થુ 1 જુલાઈ 2021 થી લાગુ થશે.

Whatsapp Join Banner Guj