heavy rains in saurashtra 81 roads are still closed: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજી 81 રસ્તાઓ બંધ- વાંચો આ બંધ રુટ વિશે

heavy rains in saurashtra 81 roads are still closed: હજુ અનેક ગામોમાં વિજપૂરવઠો આવ્યો નથી તો એસ.ટી. સહિત માર્ગપરિવહન પણ બંધ રહ્યો છે. તો કૃષિપાકને નુક્શાન અને પશુઓના મૃત્યુ કેટલા થયા તે પૂરી વિગત પણ તંત્ર દ્વારા જાહેર થઈ નથી

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ heavy rains in saurashtra 81 roads are still closed: સોમવારે સાંજ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી માર્ગોનું ધોવાણ થયું તેના કારણે દોઢસો જેટલા માર્ગો બંધ થઈ ગયા હતા જેમાં આજે ચોથા દિવસે સાંજની સ્થિતિ મૂજબ હજુ ૮૧ માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે. હજુ અનેક ગામોમાં વિજપૂરવઠો આવ્યો નથી તો એસ.ટી. સહિત માર્ગપરિવહન પણ બંધ રહ્યો છે. તો કૃષિપાકને નુક્શાન અને પશુઓના મૃત્યુ કેટલા થયા તે પૂરી વિગત પણ તંત્ર દ્વારા જાહેર થઈ નથી.

રાજ્ય માર્ગ મકાન વિભાગ અનુસાર સાંજની સ્થિતિએ ૬૯ પંચાયત માર્ગો, ૮ સ્ટેટ હાઈવે અને ૪ અન્ય માર્ગો સહિત ૮૧ માર્ગો બંધ છે. સૌથી વધુ ૬ ધોરીમાર્ગો અને ૨૨ પંંચાયત માર્ગો પોરબંદર જિલ્લામાં બંધ છે.રાજકોટ જિલ્લામાં ઉપલેટા ખાખીજળિયા ચિત્રાવડ રોડ, અનીડા-કોલીથડ, લોધિકા- થોરડી,અને જેતપુર-મેવાસા જામકંંડોરણા એ ચાર રાજ્ય ધોરી માર્ગો આવતીકાલ સુધીમાં ચાલુ થઈ જવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Happy birthday PM Modi: 71 વર્ષના થયા PM મોદી, યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા,આ નિમિત્તે મેગા વેક્સિનેશનનું આયોજન- વાંચો વિગત

પરંતુ, ગોંડલ-ત્રાકુડા-જામકંડોરણા રોડ પર ફોફળ નદી પરનો પૂલ જર્જરિત થતા અને આ પૂલ ૪૫ વર્ષ જુનો હોય તે નવો બન્યા પછી ચાલુ થઈ શકે તેમ છે. અમરેલી જિલ્લાના રાજુલા-ડુંગર રોડ પર જોલપુરી નદી પરના બ્રીજ પરથી હજુ પાણીનો પ્રવાહ ચાલુ છે અને પાણીનું લેવલ ઘટયા પછી જ રોડ ચાલુ કરાશે તેમ જણાવાયું છે.

પોરબંદર જિલ્લાના બંધ પડેલા તમામ ૬ સ્ટેટ હાઈવે આજે શરૂ થઈ જવાની શક્યતા છે જ્યારે જામનગર સહિત અન્ય જિલ્લામાં સ્ટેટ હાઈવે હાલ કાર્યરત થયાનું જણાવાયું છે. તો જુનાગઢ ડિવિઝનમાં ૩૭, રાજકોટ ૧૬, જામનગર ૩૬, દ્વારકા ૪, ભાવનગર ૧, અમરેલી૨, કચ્છમાં ૪ સહિત એસ.ટી.ના ૧૦૦ રૂટ આજે સવારે પણ બંધ રહ્યા હતા. ચાર દિવસે પણ લોકોને એસ.ટી.બસની સુવિધા આ રૂટ પર મળી ન્હોતી તો આનાથી એસ.ટી.ને પણ આશરે એક દિવસમાં રૂ।.૮ લાખની આવક ગુમાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ New Cabinet Ministers of Gujarat: જાણો, નવા મંત્રીમંડળના કોને મળ્યું ક્યું મંત્રી પદ?, PM મોદી અને શાહે આપી મંત્રીઓને શુભેચ્છા

Whatsapp Join Banner Guj