Vadodara savita manek

Pradhan Mantri Rozgar Yojana: સબિતા માણેક પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ મળેલી ધિરાણ સહાયથી જાતે આત્મ નિર્ભર બન્યા અને અન્યને રોજગારી આપી

Pradhan Mantri Rozgar Yojana: સબીતાબેન સાથે હાલમાં આઠ સહકર્મીઓ ડોકટર અને વોચમેનના ગણવેશ બનાવી મેળવે છે રોજગારી

  • Pradhan Mantri Rozgar Yojana: કોરોના કાળ દરમિયાન ૭૦૦ વોશેબલ પી.પી.ઇ. કીટ બનાવી કોરોનાકાળમાં માસ્ક બનાવીને લોકોને વિતરણ કર્યું

અહેવાલ : સોનાલી ફેલો
વડોદરા: ૨૬ જુલાઈ: Pradhan Mantri Rozgar Yojana: સબીતા માણેકે મહિલાઓ ભારત સરકાર અને રાજ્ય સરકારની સ્વરોજગારની આત્મ નિર્ભરતા માટેની યોજનાઓ દ્વારા જીવનને કેવી રીતે બદલી શકાય તેનો દાખલો પ્રસ્તુત કર્યો છે. આ બહેનને ભારત સરકારની પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ રૂ.૨૫ લાખની ધિરાણ સહાય મળી હતી.તેની મદદથી તેમણે સીવણ એકમ અને સાડી ની દુકાન શરૂ કરીને જાતે આત્મ નિર્ભર થવાની સાથે કોરોનાના કપરા સમયમાં અન્ય કારીગરોને રોજગારી આપી છે.

આ પણ વાંચો…Maharashtra Education Board: મહારાષ્ટ્રના એજ્યુકેશન બોર્ડનો ગજબનો ફતવો; હવે સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ સ્ટૅમ્પ પેપર પર લખી આપવી પડશે

તેની સાથે તેઓએ આ એકમમાં માસ્કની સિલાઈ કરાવીને અને કોરોના કાળમાં જરૂરિયાતમંદોને બે લાખ જેટલા માસ્કનું મફત વિતરણ કરીને કોરોના વોરિયરનું ગૌરવ મેળવ્યું છે. કોરોનાકાળ દરમિયાન હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને મદદરૂપ થવા વડોદરાનાં નગરજનોએ વિવિધ પહેલ કરી હતી. કોરોનાની ભયાનક બીજી લહેર દરમિયાન સબીતા માણેક અને તેમની ટીમ દ્વારા બે લાખથી વધુ માસ્કનું વિતરણ કરાયું હતું.

Savita Manek Pradhan Mantri Rozgar Yojana

સરકારની પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ યોજના હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,વડોદરાના માધ્યમથી સબીતા માણેકને ૨૫ લાખની લોન અને ૬.૨૫ લાખની સબસીડી મળેલી છે. આ લોન બાદ તેમના ઉદ્યોગમાં ઘણી પ્રગતિ થઈ છે. સરકારની સહાય બાદ તેમણે ઉત્પાદક એકમ શરૂ કર્યું જ્યાં હાલમાં ૮ કર્મચારીઓ છે. કોરોનાની ભયાનક બીજી લહેર દરમિયાન સબીતા માણેક અને તેમની ટીમ દ્વારા ૧૫૦૦- ૧૭૦૦ સિકયુરિટી ગાર્ડના ગણવેશ તથા ૨૦૦૦ ડોકટરના ગણવેશ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ ૫૦૦-૭૦૦ વોશેબલ પી.પી.ઇ. કીટ બનાવવામાં આવી હતી. સરકારની સહાય બાદ સબીતા માણેક અને તેમની ટીમે કોરોનાનાં કપરા કાળમાં બે લાખથી વધુ માસ્ક બનાવી હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને આપવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj

પ્રધામંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (Pradhan Mantri Rozgar Yojana) દ્વારા સબીતાબેનને મળેલી આર્થિક સહાય દ્વારા તેમણે હાલમાં ૮ સહકર્મીઓને રોજગારીની તક આપી છે. ઉપરાંત, રેડીમેડ કપડાંની દુકાન પણ શરૂ કરવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પ્રજાજનોને મળતા લાભ તેમના વિકાસ માટે ઉત્તમ માધ્યમ છે. સબીતા માણેક નવી કારકિર્દીઓ ઘડવા ઈચ્છતી મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.