Study expenses of foreign student

Study expenses of foreign students increased in Gujarat: વિદેશના વિદ્યાર્થી માટે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મોંઘુ થશે- વાંચો વિગત

Study expenses of foreign students increased in Gujarat: સૌરાષ્ટ્ર યુનિ.માં અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓ માટે આધુનિક ઇન્ટરનેશનલ હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવ્યા બાદ હવે તેની ફીમાં પણ વધારો કરવાની જે દરખાસ્ત કરવામાં આવી છે

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ Study expenses of foreign students increased in Gujarat: સૌરાષ્ટ્ર યુનિ.માંથી વિદેશથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની પ્રવર્તમાન ફીમાં વધારો કરવાની વિચારણાં ચાલી રહી છે. જે અંગે ટૂંક સમયમાં નિર્ણય જાહેર થશે. જેમાં સ્નાતક કક્ષાના અભ્યાસ ક્રમોમાં ૨૦૦ ડોલર સુધીનો ફી વધારો સુચવવામાં આવ્યો છે. જ્યારે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સાયન્સ ફેકલ્ટીમાં ૮૦૦ ડોલરમાંથી ૧૬૦૦ ડોલર વસુલવાની દરખાસ્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિ.માં અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓ માટે આધુનિક ઇન્ટરનેશનલ હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવ્યા બાદ હવે તેની ફીમાં(Study expenses of foreign students increased in Gujarat) પણ વધારો કરવાની જે દરખાસ્ત કરવામાં આવી છે. તેમાં અત્યાર સુધી એસી ટુ સીડેટ રૂમમાં પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂા. ૨૦ હજારથી રૂા. ૨૬ હજાર વસુલવામાં આવતા હતા. જેમાં વધારો કરીને રૂા. ૬૦ હજાર પ્રોજેક્ટ અને પ્રેકટીકલની પરીક્ષાની ફી અત્યાર સુધી લેવામાં ન્હોતી. આવતી તેમાં હવે રૂા. ૧૫ હજાર નવા એડમિશન વખતે રજીસ્ટ્રેશનના ૫૦ ડોલર, મેડીકલ ચેક-અપના ૫૦ ડોલર સર્ટીફિકેટ પ્રોગ્રામ માટે ૪૦૦ અને ડીપ્લોમા પ્રોગ્રામ માટે ૬૦૦ ડોલર તેમજ અન્ય જે કોર્સની ફીમાં વધારો સુચવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ GSEB Board Exam: ધોરણ 12ની વૈકલ્પિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે લેવાશે પહેલુ પેપર- વાંચો આ મહત્વની વિગત

તેમાં કોમર્સ, બીઝનેશ એડમીનીસ્ટ્રેશન, લો અને હ્યુમન રાઇટ્સની ફીમાં ૬૦૦ ડોલરથી વધારીને ૧૨૦૦ ડોલર ભાષા, સોશ્યલ સાયન્સ, લાયબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સની ૬૦૦ ડોલરથી વધારીને ૧૦૦૦ ડોલર, જ્યારે તમામ પ્રકારના ડોક્ટરેટ અભ્યાસ ક્રમો પૈકી મેનેજમેન્ટ સાયન્સમાં ડોક્ટરેટ માટે ૮૦૦ ડોલરની ફીમાં વધારો કરીને ૨૦૦૦ ડોલર કોમર્સ, કાયદા અને માનવ અધિકારીની ફીમાં ૬૦૦ ડોલરથી વધારીને ૧૪૦૦ તેમજ ભાષા, સામાજિક વિજ્ઞાન, લાયબ્રેરી વિ.માં ૬૦૦ ડોલરની ફીમાં બમણો વધારો કરીને ૧૨૦૦ ડોલર કરવાનો દરખાસ્ત કરવામાં આવી છે. એડમિશન પ્રોસેસિંગ ફી આજ સુધી લેવામાં ન્હોતી આવતી તે હવે ૧૦૦ ડોલર વસુલવાની દરખાસ્ત કરવામાં આવી છે. અલબત્ત તમામ પ્રકારના ફી વધારા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર હોવાનું યુનિ.ના સુત્રોએ જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj