Instagram WhatsApp and Facebook back up after global outage

Whats appની જાહેરાતઃ જે યૂઝર પ્રાઇવેસી પોલિસી નહીં સ્વીકારે તેમના એકાઉન્ટ થશે ડિલીટ, વાંચો શું છે વોટ્સએપની નવી પોલિસી…?

કામની ખબર, 19 મેઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ વોટ્સઍપ(Whats app) એની નવી પ્રાઇવેસી પૉલિસી સ્વીકારવાની અંતિમ તારીખ અંગે મક્કમ છે. વોટ્સઍપે સ્પષ્ટ કર્યું છે કે તેણે પૉલિસી સ્વીકારવાની અંતિમ તારીખમાં કોઈ ફેરફાર કર્યો નથી. કંપનીએ કહ્યું છે કે અમે યુઝર્સને 15 મે, ૨૦૨૧ બાદ સમય નહિ આપીએ. એથી જે વપરાશકર્તાએ પ્રાઇવેસી પૉલિસી સ્વીકારી નથી, વોટ્સઍપ હવે તેમનાંઍકાઉન્ટ્સ ડિલીટ કરવાનું શરૂ કરશે.

Whatsapp Join Banner Guj

દિલ્હી હાઈકોર્ટમાં કંપનીની હિમાયત કરી રહેલા ઍડ્વોકેટ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે જે વપરાશકર્તા આ પૉલિસીને સ્વીકારશે નહીં, તેનું ઍકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે. નવી પૉલિસી મુજબ વોટ્સઍપ એનો ડેટા પોતાની પૅરન્ટ કંપની ફેસબુક સાથે શૅર કરવા ઇચ્છે એ હેતુસર તેણે પોતાની પ્રાઇવેસી પૉલિસીમાં બદલાવ કર્યો છે. હવે આ પૉલિસી સ્વીકાર્યા પછી જ વપરાશકર્તાઓનું વોટ્સઍપ (Whats app) ઍકાઉન્ટ ચાલુ રહેશે. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેને 3 જૂન ૨૦૨૧ સુધી મુલતવી રાખવામાં આવી છે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે આ નવી પૉલિસી પ્રથમ વાર જાન્યુઆરી ૨૦૨૧માં જારી કરવામાં આવી હતી, જેને સ્વીકારવા માટે સમયમર્યાદા ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી હતી. એ પછી વિવાદ જાગતાં વોટ્સઍપે(Whats app) નવી પૉલિસી સ્વીકારવાનો સમય ૧૫ મે ૨૦૨૧ સુધીનો કર્યો હતો. બીજી તરફ એક સમાચાર પોર્ટલના અહેવાલ મુજબ આ નવી પૉલિસી યુરોપમાં બૅન થશે એવી વકી છે.

આ પણ વાંચો…..

after cyclone effect: વાવાઝોડું આવ્યું અને ગયું, પણ રાજ્યના આટલા ગામોને અંધારામાં ધકેલી ગયું..!