jpg

after cyclone effect: વાવાઝોડું આવ્યું અને ગયું, પણ રાજ્યના આટલા ગામોને અંધારામાં ધકેલી ગયું..!

  • ભાવનગર જિલ્લાના 710 ગામોમાં વીજળી નહી
  • અમરેલી જિલ્લામાં 576 ગામોમાં વિજળી નહી
  • સાબરકાંઠા જિલ્લાના 409 ગામોમાં વિજળી નહિ

અમદાવાદ, 19 મેઃ તૌકતે વાવાઝોડા (after cyclone effect) ના કારણે ગુજરાતના ગામડાઓમાંથી ગઈકાલથી વીજળી ગુલ થઈ છે, જે હજી પણ આવી નથી. રાજ્યમા વાવાઝોડાને કારણે અનેક જિલ્લામાં વીજ પુરવઠાને ભારે અસર થઈ છે. હાલ ગુજરાતમાં 3731 ફિડર હાલ બંધ હાલતમાં છે. તો 72,523 વીજ પોલને નુકશાન થયું છે. આ ઉપરાંત 41,821 ટ્રાન્સફોર્મર પણ બંધ છે. અનેક જગ્યાઓ પર થાંભલા અને ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થયા છે.

Whatsapp Join Banner Guj

સૌથી વધુ નુકસાની(after cyclone effect) સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છે, તેથી આ કારણે ઉત્તર ગુજરાતની યુજીવીસીએલની ટીમો સૌરાષ્ટ્ર મોકલાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ગુજરાતના 16 હજારથી વધુ ઘરોને વાવાઝોડાથી નુકસાન થયુ છે. તો રાજ્યના 4591 ગામમા હજુ પણ વીજળી આવી નથી.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

વાવાઝોડાની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન(rescue operations) યથાવત, 184 લોકોને રેસ્ક્યૂ કર્યા,ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો..!