Bomboo man vadodara

Bambusetum એટલે શું જાણો છો? તેનો અર્થ થાય છે એક જૂથમાં ઉછેરવામાં આવેલા વિવિધ પ્રજાતિના વાંસ અને તેના અભ્યાસ સાથે સંકળાયેલી જગ્યા.

Bambusetum: ગુજરાત નું એકમાત્ર બાંમ્બુસેટમ રાજપીપળા સંશોધન વિભાગ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સિંગલખાંચ ગામે ઉછેરવામાં આવ્યું છે.

અહેવાલ: સુરેશ મિશ્રા

વડોદરા, 18 સપ્ટેમ્બરઃ Bambusetum: આજના તા.૧૮ મી સપ્ટેમ્બરના વિશ્વ વાંસ દિવસ એટલે કે વર્લ્ડ બાંબુ ડે પ્રસંગે જાણવા જેવી વાત એ છે કે રાજ્યના ઉપરોક્ત વાંસ પ્રજાતિ સંશોધન કેન્દ્ર ની સન ૨૦૦૬ માં સ્થાપના સમયે હાલમાં વડોદરામાં વસતા નિવૃત્ત વન અધિકારી રાજેન્દ્રસિંહ ચૌહાણ(Bambusetum) સંકળાયેલા હતા અને વાંસની પ્રજાતિઓના જતન અને ઉછેરમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એ રીતે તેમને ગુજરાતના બાંબુ મેન ગણાવી શકાય.


દેશમાં દહેરાદૂન અને કેરળના ત્રિચિમાં વાંસ આવા સેટમ ઉછેરવામાં આવ્યાં છે એવી જાણકારી આપતાં ચૌહાણે જણાવ્યું કે ગુજરાતના ખૂબ જ્ઞાન સંપન્ન અને સમર્પિત ઉચ્ચ વન અધિકારી ડો.એચ.એસ. સિંઘ ના માર્ગદર્શન હેઠળ આ પહેલ કરવામાં આવી જે સફળ થઈ છે.
દેશના વિવિધ પ્રદેશોમાં જોવા મળતી ૩૪ જેટલી વાંસ પ્રજાતિઓ ના ઉછેર થી તેની શરૂઆત કરવામાં આવી તેવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે,હાલમાં અહીં ૨૮ પ્રજાતિઓના વાંસ છે અને ગુજરાતના વાતાવરણ(Bambusetum)માં તેના ઉછેરનો અભ્યાસ કરવામાં આવી રહયો છે.ઉકાઇ રિસર્ચ વિંગ દ્વારા તેનું સંચાલન થાય છે.

આ પણ વાંચોઃ Former minister started vacating bungalow: રૂપાણી સરકારના મંત્રીઓને ખાલી કરવા પડશે સરકારી બંગલા, નોટિસ મળતા જ મંત્રીઓ ભરવા લાગ્યા પોટલા

નાયબ વન સંરક્ષક પુનિત નૈયરની દોરવણી હેઠળ સુરત વન વિભાગે માંડવી તાલુકાના વિસડાલિયા ગામે વાંસની બનાવટો અને તેની તાલીમ નું કેન્દ્ર સ્થાપિત કર્યું છે.જ્યાં ફર્નિચર સહિત વિવિધ ઉત્પાદનો ના નિર્માણ ની સાથે તાલીમ આપવામાં આવે છે.વાંસ આધારિત રોજગારીને પ્રોત્સાહિત કરતું આ આયોજન છે.


તેમણે એક રસપ્રદ વાત જણાવી કે,વડવાઓ કહી ગયા છે કે વાંસના વનમાં રાત્રી વિસામો ન કરવો.તેનું કારણ એ છે કે બાંબુ ના રાયઝોમ એક સાથે નવ થી ૧૪ ફૂટ જેટલા શૂટ અપ થાય છે એટલે નજીક માં રહેલી વ્યક્તિઓને ક્યારેક ઇજા થવાની શક્યતા રહે છે. અહીં એક અન્ય વાતનો ઉલ્લેખ કરવા યોગ્ય છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના કાર્યકાળ દરમિયાન પતંગોત્સવ ને નવું અને વ્યાપક સ્વરૂપ આપ્યું.આ પતંગોની બનાવટમાં આસામ ની એક પ્રજાતિના વાંસ ખૂબ સાનુકૂળ છે.એટલે ત્યાં થી એ પ્રજાતિ મંગાવી અત્રે ઉછેરવાની પ્રેરણા આપી હતી.

Whatsapp Join Banner Guj